નવી દિલ્હીઃ એડટેક કંપની બાયજૂસે ફરી એક વાર છટણી કરી છે. કંપનીએ પર્ફોર્મન્સ રિવ્યુની આડમાં છટણી કરી છે. મેન્ટોરિંગ એન્ડ પ્રોડક્ટ એક્સપર્ટ ડિવિઝનથી 400થી વધુ કર્મચારીઓની ફારગતી કરી હતી. જુલાઇમાં કંપની કર્મચારીઓના પર્ફોર્મન્સનો રિવ્યુ કર્યો હતો. કંપનીએ તેમને 17 ઓગસ્ટે રાજીનામું આપવા નિર્દેશ આપ્યા હતા. કંપની હાલ મુશ્કેલીઓના સમયમાથી પસાર થઈ રહી છે.
કંપનીએ કબૂલ કર્યું હતું કે પિરિયોડિક પરફોર્મન્સ પછી કર્મચારીઓને નોકરી છોડવા નિર્દેશ આપવામાં આવ્યા છે. જોકે કંપની કર્મચારીઓની કુલ છટણી કેટલી કરી એનો ચોક્કસ આંકડો જણાવ્યો નથી, પરંતુ કંપનીના પ્રવક્તાએ આ વિશે 100 કર્મચારીઓને નોકરી છોડવા વિશે નિર્દેશ આપ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે કર્મચારીઓએ આ આંકડો ક્યાંય વધુ હોવાનો જણાવ્યો હતો.
કેટલાય હાલના અને ભૂતપૂર્વ કર્મચારીઓએ વાતચીતમાં કંપનીના 400 કર્મચારીઓનો નોકરીમાંથી છટણી કર્યા હોવાનું જણાવ્યું હતું. નામ જાહેર નહીં કરવાની શરતે એક કર્મચારીએ જણાવ્યું હતું કે HRથી કોલ આવ્યો હતો કે કર્મચારીઓને આગામી બે કલાકમાં તેમના ઈમેઇલ એડ્રેસ ડિએક્ટિવ કરવામાં આવશેનું જણાવવામાં આવતું હતું. વળી, તેમને ફોન પર એક્ઝિટ પ્રક્રિયા શરૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું.
કંપનીના કર્મચારીઓને સ્વેચ્છાએ રાજીનામું આપવા નિર્દેશ આપવામાં આવ્યા હતા. તેમને ફાઇનલ સેટલમેન્ટ રૂપે ઓગસ્ટ અને સપ્ટેમ્બરની સેલરી ઓફર કરવામાં આવી હતી. જે કર્મચારીએ રાજીનામાં આપવાનો ઇનકાર કર્યો હતો, તેમની કંપનીએ છટણી કરી હતી. તેમને માત્ર 17 ઓગસ્ટ સુધીની સેલરી આપવામાં આવી હતી.