ગાંધીનગરઃ ગુજરાતના ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી ખાતે આવેલા દેશના સૌપ્રથમ ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેન્જ ( ઈન્ડિયા INX )ખાતે 24.07 અબજ યુએસ ડોલર (આશરે રૂ.1,76,006 કરોડ)નું ઓલટાઈમ હાઈ ટ્રેડિંગ ટર્નઓવર થયું હતું. ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં આટલા ટર્નઓવર સાથે તે ગિફ્ટ સિટી IFSCનો 97.19 ટકા બજાર હિસ્સો દર્શાવે છે. ઈન્ડિયા INX ખાતે સતત ટર્નઓવર વધી રહ્યું છે, જાન્યુઆરી, 2021માં સરેરાશ દૈનિક ટર્નઓવરમાં આગલા મહિનાની તુલનાએ 28 ટકાનો વધારો થયો છે.
અત્યાર સુધીમાં કુલ ટ્રેડિંગ ટર્નઓવર 1.74 ટ્રિલ્યન યુએસ ડોલર (આશરે રૂ.1,27,23,332 કરોડ)નું થયું છે. ઈન્ડિયા INXખાતે વધેલા કામકાજનું પ્રમાણ દર્શાવે છે કે બ્રોકિંગ અને અન્ય સહભાગીઓની સામેલગીરી વધી રહી છે અને એક્સચેન્જ તેમને આવશ્યક પ્રોડક્ટ્સ અને સર્વિસીસ પૂરી પાડી રહ્યું છે.