અમદાવાદઃ બોન્ફિલિયોલી ટ્રાન્સમિશન્સ લિમિટેડના ઇક્વિટી શેરના આઈપીઓ માટેની બિડ/ઓફર ગુરુવાર, 15 ઓક્ટોબરે ખૂલશે. આ ઓફર માટે ઇક્વિટી શેરની પ્રાઇઝ બેન્ડ પ્રતિ શેર રૂ. 558થી રૂ. 586 નક્કી કરવામાં આવી છે. રોકાણકારો લઘુતમ 25 ઇક્વિટી શેર અને ત્યાર બાદ 25 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ્સ લગાવી શકશે. એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડિંગની તારીખ બુધવાર, 14 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે. બિડ/ઓફર ગુરુવાર, 15 ઓક્ટોબરે શરૂ થશે. આ ઓફરમાં બોન્ફિલિયોલી એસ.પી.એ. (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર) દ્વારા કુલ 4,32,39,042 ઇક્વિટી શેર સુધીના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. દરેક ઇક્વિટી શેરની ફેસવેલ્યુ રૂ. 10 છે.
કંપની ભારતની સૌથી મોટી ટેક્નોલોજી આધારિત કંપનીઓમાંની એક છે, જે મિકેનિકલ અને ઇલેક્ટ્રો-મિકેનિકલ પાવર ટ્રાન્સમિશન તેમ જ ઔદ્યોગિક ડ્રાઇવ સોલ્યુશન્સ પૂરાં પાડે છે. કંપની વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગમાં લેવાતાં મહત્વપૂર્ણ અને પ્રિસિઝન-એન્જિનિયર્ડ ગિયરમોટર્સ, ગિયર બોક્સ અને ડ્રાઇવ સિસ્ટમ્સની વિશાળ રેન્જનું ઉત્પાદન કરે છે.
🚨 BONFIGLIOLI TRANSMISSIONS LIMITED IPO 2026 | KEY DETAILS 📈
Bonfiglioli Transmissions Limited is launching a ₹2,533.66 crore Offer for Sale (OFS) IPO. Here are the key details investors should know.💰 IPO at a Glance
🔹 Issue Size: ₹2,533.66 Crore
🔹 Issue Type: 100% Offer for Sale (No Fresh Issue)
🔹 Price Band: ₹558–₹586 per share
🔹 Face Value: ₹10 per share
🔹 Lot Size: 25 Shares
🔹 Minimum Investment: ₹14,650 at the upper price band
🔹 IPO Opens: 15 October 2026
🔹 IPO Closes: 19 October 2026
🔹 Anchor Book: 14 October 2026📊 Investor Reservation
* QIB: 50%
* Retail: 35%
* NII/HNI: 15%
– Small HNI: 5%
– Big HNI: 10%
* Employee Reservation: 50,000 shares🏢 Company & Listing Details
🔹 Market Cap: Approx. ₹11,016.56 Crore
🔹 Promoter Holding: 100% pre-issue → 77% post-issue
🔹 Registrar: MUFG Intime India Pvt. Ltd.
🔹 Book Running Lead Managers: Axis Capital, BNP Paribas, ICICI Securities & Jefferies India
🔹 Listing Exchanges: NSE & BSE📅 Important Dates
* Basis of Allotment: 21 October 2026
* Refunds/Unblocking: 22 October 2026
* Shares Credited to Demat: 22 October 2026
* Tentative Listing: 23 October 2026🏭 About Bonfiglioli Transmissions Limited
Bonfiglioli is an industrial engineering company specialising in power transmission and drive solutions. Its products and technologies serve industrial automation, mobile machinery and renewable energy applications.📈 About https://t.co/rVPGj0JFru
https://t.co/rVPGj0JFru is an IPO research and information portal providing IPO details, Grey Market Premium (GMP) updates, subscription data, allotment information and listing updates to help investors stay informed.⚠️ Disclaimer: This post is for informational and educational purposes only and does not constitute investment advice or a recommendation to apply for the IPO. Investors should read the RHP, assess the risks and consult a SEBI-registered investment adviser, if required, before making an investment decision. Since this is an IPO information post, verify the final price band, issue size and dates against the latest RHP and official exchange filings.
— IPOWatch (@ipowatch_info) October 12, 2026
કંપનીનો મજબૂત પાયો વિશ્વભરમાં જાણીતી બોન્ફિલિયોલી બ્રાન્ડ પર આધારિત છે. આ બ્રાન્ડ વિશ્વભરમાં લગભગ 70 વર્ષથી કાર્યરત છે, જ્યારે ભારતમાં કંપનીને 25 વર્ષથી વધુનો કામગીરીનો અનુભવ છે. કંપનીની મુખ્ય પ્રમોટર બોન્ફિલિયોલી એસ.પી.એ.નું મુખ્ય મથક ઇટાલીમાં આવેલું છે. મિકેનિકલ અને ઇલેક્ટ્રો-મિકેનિકલ પાવર ટ્રાન્સમિશન તથા ઔદ્યોગિક ડ્રાઇવ સોલ્યુશન્સના ક્ષેત્રમાં આ કંપની વિશ્વની સૌથી મોટી અને ટેક્નોલોજીની દૃષ્ટિએ અદ્યતન કંપનીઓમાંની એક છે.

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ મારફતે ઓફર કરવામાં આવેલા ઇક્વિટી શેર BSE અને NSE પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે. એક્સિસ કેપિટલ લિમિટેડ, બીએનપી પારિબા, ICICI સિક્યોરિટીઝ લિમિટેડ અને જેફરીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યુના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.




