મુંબઈ તા.10 નવેમ્બર, 2020: દેશના સૌપ્રથમ ઈન્ટરનેશનલ એક્સચેન્જ ઈન્ડિયા INXએ દેશના ગુજરાત રાજ્યમાં આવેલા ગિફ્ટ સિટી સ્થિત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર (IFSC) ખાતે નવા કો-લોકેશન ડેટા સેન્ટ્રનો પ્રારંભ કર્યો છે. આ ડેટા સેન્ટરનું ઉદ્ઘાટન ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટીના ચેરમેન ઈન્જેતી શ્રીનિવાસના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઈન્ડિયા INXના ચેરમેન અને BSEના MD અને CEO આશિષકુમાર ચૌહાણ તેમ જ ઈન્ડિયા INXના MD અને CEO વી. બાલાસુબ્રહ્મણિયમ ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે એક્સચેન્જની કો-લોકેશન ક્ષમતામાં 150 ટકાથી અધિકનો વધારો થયો છે. આ ડેટા સેન્ટર્સમાં હાઈ ફ્રિક્વન્સી ટ્રેડિંગ થાય છે અને મોટા ભાગની વર્તમાન કો-લોકેશન ક્ષમતાનો વપરાશ થાય છે. આ નવી લોન્ચ કરાયેલી સુવિધા મેમ્બર્સની વધી રહેલી માગને સંતોષી શકશે. વર્તમાન કો-લોકેશન ડેટા સેન્ટરની બાજુમાં આ ત્રણ સ્તરીય કો-લોકેશન ડેટા સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. આમાં જે અતિરિક્ત રેક્સ ઉપલબ્ધ થઈ છે તે મેમ્બર્સ માટે પર્યાપ્ત થઈ પડશે.