મુંબઈ તા.9 નવેમ્બર, 2021: બીએસઈ સ્ટાર એમએફ પર એક જ દિવસમાં 26.52 લાખ સોદા પાર પડવાનો નવો વિક્રમ સ્થાપિત થયો છે. આ પૂર્વે 13 સપ્ટેમ્બર, 2021ના રોજ એક જ દિવસમાં 24.08 લાખ ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ કરવાના પોતાના જ રેકોર્ડને સોમવારે બીએસઈ સ્ટાર એમએફે તોડ્યો હતો.
ઓક્ટોબર, 2021માં બીએસઈ સ્ટાર એમએફ પર પ્રથમ વાર રૂ.42,927 કરોડના મંથલી ટર્નઓવર સાથે 1.60 કરોડ ટ્રાન્ઝેક્શન પ્રોસેસ થયા છે.. આ પૂર્વે સપ્ટેમ્બર, 2021માં સૌથી વધુ 1.52 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા.
બીએસઈ સ્ટાર એમએફનાં બિઝનેસ હેડ સ્નેહલ દીક્ષિતે કહ્યું કે રોકાણકારો વધુ શિક્ષિત થઈ રહ્યા છે અને તેઓ ખરીદી, સ્વિચ, રિડમ્પશન વગેરે જુદા જુદા પ્રકારના સોદા સ્ટાર એમએફ પર કરી રહ્યા છે. અમે લાંબા ગાળાના અભિગમ અને બહુવિધ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સને પગલે મૂડીરોકાણમાં હજી વૃદ્ધિ જોઈ રહ્યાં છીએ.
વર્તમાન નાણાકીય વર્ષના માત્ર સાત મહિનામાં 9.40 કરોડ ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કરવામાં આવ્યા છે, જેની સામે સંપૂર્ણ નાણાકીય વર્ષ 20-21માં કુલ 9.38 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા.