BSEના બ્રેન્ટ ક્રૂડ ઓઈલ ફ્યુચર્સના બીજા ટ્રેડિંગ દિવસે 135 કરોડનું રેકોર્ડ ટર્નઓવર

મુંબઈ તા.29 જાન્યુઆરી, 2020 : બીએસઈમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલ ફ્યુચર્સના બીજા ટ્રેડિંગ દિવસે રૂ.135 કરોડનું રેકોર્ડ ટર્નઓવર થયું હતું, જેમાં 3,18,800 બેરલ્સનું ટ્રેડિંગ વોલ્યુમ સર્જાયું હતું અને 10,700 બેરલ્સના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. સેબીના પૂર્ણ સમયના મેમ્બર એસ.કે. મોહન્તીના હસ્તે સત્તાવાર રીતે 27 જાન્યુઆરી, 2020એ બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સના ટ્રેડિંગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ સિદ્ધિ બદલ બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું, ”આ બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ફ્યુચર્સ ટ્રેડિંગના પહેલા બે દિવસમાં જ અમને નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો છે. મેમ્બર્સના સતત સમર્થન અને સક્રિય સામેલગીરીનો અમે આભાર માનીએ છીએ. અમે દેશની એનર્જી કોમોડિટી ક્ષેત્રની જરૂરિયાતો પૂરી કરવા પર અને હિતોને વેગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું.