BSEએ SMEsને સક્ષમ બનાવવા યસ બેન્ક સાથે હાથ મિલાવ્યા

મુંબઈઃ દેશના અગ્રણી એક્સચેન્જ BSEએ યસ બેન્ક સાથે સમજૂતી કરાર કર્યો છે, જે હેઠળ BSE અને યસ બેન્ક સંયુક્તપણે SME સેગમેન્ટ માટે જાગૃતિ અને જ્ઞાન પ્રસાર કાર્યક્રમો યોજશે.

 આ બંને SME સેગમેન્ટ માટે એક્સપોર્ટ પ્રમોશન, બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સોલ્યુશન્સ વિશેના કાર્યક્રમો યોજશે.

 આ પ્રસંગે BSE SME એન્ડ સ્ટાર્ટઅપ્સના હેડ અજય ઠાકુરે કહ્યું કે યસ બેન્ક ઉચ્ચ ટેકનોલોજી સંચાલિત પ્રાઈવેટ બેન્ક છે, જે નોલેજ આધારિત અભિગમ ધરાવે છે. અમને યસ બેન્ક સાથે જોડાવાનો આનંદ છે અને અમે SMEના વિકાસ માટે કામ કરીશું. બીએસઈ સૌથી મોટું SME પ્લેટફોર્મ ધરાવે છે, જે યસ બેન્કના SME ક્લાયન્ટ્સને વિકાસ માટે ઈક્વિટી મૂડી એકત્ર કરવામાં સહાય કરે છે.

 યસ બેન્કના ગ્લોબલ હેડ રાજન પેન્ટલે કહ્યું કે SME સેક્ટર સૌથી વધુ રોજગારી સર્જે છે અને યસ બેન્ક માટે તે પ્રાયોરિટી સેક્ટર છે. અમે આ SME ક્ષેત્રમાં સક્રિય ભૂમિકા ભજવવા સજ્જ છીએ.BSE સાથેની ભાગીદારીથી અમે ખુશ છીએ અને અમારા સંયુક્ત પ્રયાસો અર્થપૂર્ણ અસર આ ક્ષેત્ર પર કરશે. અમે SMEsનો વધુ સ્પર્ધાત્મક અને ઝડપી વિકાસ માટેનાં સોલ્યુશન્સ પૂરાં પાડીશું જેથી તેઓ તેમના વેપાર પડકારોનો સામનો કરી શકશે.