BSE કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ; રૂ. 3015 કરોડના ટર્નઓવરનો વિક્રમ

મુંબઈઃ BSE કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં એક દિવસના રૂ.3015 કરોડના ટર્નઓવરનો વિક્રમ સર્જાયો છે. આ સેગમેન્ટમાં ગોલ્ડ મિની અને સિલ્વર કિલોના 1 જૂન, 2020થી ઓપ્શન્સ ઈન ગુડ્સ કોન્ટ્રેક્ટ લોન્ચ કરવામાં આવ્યા એ પછી રોકાણકારોની સામલગીરી વધી રહી છે. ગોલ્ડ મિની અને સિલ્વર કોન્ટ્રેક્ટમાં મંગળવારે રૂ.2998 કરોડનું રેકોર્ડ ટર્નઓવર થયું હતું.

ટર્નઓવરની દૃષ્ટિએ BSE દેશનું બીજા ક્રમાંકનું સૌથી મોટું એઅક્સચેન્જ બન્યું છે.

આવા લોકડાઉનના સમયમાં પણ સ્પોટ પ્રાઈસ આધારિત ઓપ્શન્સ ઈન ગુડ્સ કોન્ટ્રેક્ટ્સ માટેની ડિલિવરીઓ પાર પાડવાની સિદ્ધિ એક્સચેન્જે પ્રાપ્ત કરી છે.

બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું કે અમે ઓપ્શન્સ ઈન ગુડ્સ કેટેગરીના કોન્ટ્રેક્ટ્સમાં કામકાજ વધવાની અપેક્ષા રાખી રહ્યા છીએ, કારણ કે બીએસઈ શ્રેષ્ઠ ટેકનોલોજી સાથેની જે ટ્રેડિંગ સુવિધા ઉપલબ્ધ કરી રહ્યું છે તે નાના-મોટા સૌ બુલિયન વેપારીઓ માટે લાભકારક છે.