બોમ્બે ડાઇંગ સેબીના આદેશની સામે SATનાં દ્વાર ખટખટાવશે

નવી દિલ્હીઃ  માર્કેટ વોચડોગ સેબીએ બોમ્બે ડાઇંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ કંપની લિ. અને એના પ્રમોટરો- નસલી એન વાડિયા, નેસ વાડિયા અને જહાંગીર વાડિયા સહિત 10 કંપનીઓ પર બે વર્ષ માટે શેરબજારોમાં કામકાજ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. સેબી તેમના પર રૂ. 15.75 કરોડનો દંડ પણ ફટકાર્યો હતો. કંપનીએ નાણાકીય પરિણામો ખોટી રીતે રજૂ કરવા કરવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે. સેબીએ અબજોપતિ વાડિયા પરિવાર પર પ્રતિબંધ મૂકતાં તેઓ સેબીના આદેશની સામે સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ (SAT)નાં દ્વાર ખટખટાવશે.

બોમ્બે ડાઇંગના પ્રવક્તાએ કહ્યું હતું કે કંપની આ આદેશ સામે અપીલ કરવા માટે કાનૂની અધિકારનો ઉપયોગ કરશે. કંપનીનું કહેવું હતું કે તેને વિશ્વાસ છે કે તેને ન્યાય મળશે અને તેઓ સાચા સાબિત થશે. સેબીએ કંપનીના પ્રમોટર્સ પર સિક્યોરિટી માર્કેટમાં કામકાજ કરવા પર બે વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો હતો. આટલું જ નહીં, રૂ. 15.75 કરોડનો દંડ ફટકાર્યો હતો. એ દંડ તેમણે 45 દિવસની અંદર ભરવાનો રહેશે.

સેબીએ કંપનીના ભૂતપૂર્વ ડિરેક્ટર  ડીએસ ગગરાટ, એનએચ દાતાનવાલા, શૈલેશ કાર્ણિક, આર ચંદ્રશેખખરન અને દુર્ગેશ મહેતા પર કાર્યવાહી કરી છે. વાસ્તવમાં બોમ્બે ડાઇંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ લિ. કંપની પર નાણાકીય વિગતોને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ છે. આ ફરિયાદ મળ્યા પછી સેબી નાણાકીય વર્ષ 2011-12થી 2018-19ની વચ્ચે બોમ્બે ડાઇંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ કંપની લિ.ના મામલાઓની વિગતવાર તપાસ કરશે.સેબીની તપાસમાં માલૂમ પડ્યું હતું કે પ્રતિબંધ મૂકવામાં આવેલા પ્રમોટર અને કંપનીઓને રૂ. 2492.94 કરોડના વેચાણથી મળનારા રૂ. 1302.20 કરોડના નફાને ખોટી રજૂ કર્યો હતો. આ મામલે વાડિયા પરિવારની મહત્ત્વની ભૂમિકા રહી હતી.