નવી દિલ્હીઃ મિડિયા અને એન્ટરટેઇનમેન્ટ જાયન્ટ ઝી એન્ટરટેઇનમેન્ટ અને સોની પિક્ચર્સ નેટવર્કસ ઇન્ડિયાની વચ્ચે મર્જરને ઝીના બોર્ડે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. સોની મર્જર પછી બનનારી કંપનીમાં રૂ. 11,605.94 મૂડીરોકાણ કરશે. પુનિત ગોએન્કા મર્જર પછી બનનારી કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર અને CEO બની રહેશે. મર્જર પછી ઝી એન્ટર.ની પાસે 47.07 ટકા હિસ્સો રહેશે. સોની પિક્ચર્સની પાસે 52.93 ટકા હિસ્સો રહેશે. મર્જર પછી કંપનીને શેરબજારમાં લિસ્ટ કરાવવામાં આવશે.
બંને કંપનીના ટીવી બિઝનેસ, ડિજિટલ એસેટ્સ, પ્રોડક્શન ઓપરેશન્સ અને પ્રોગ્રામ લાઇબ્રેરીનું પણ મર્જર કરવામાં આવશે.
ઝી-સોની મર્જર-સોદાના મહત્ત્વના મુદ્દાઓ
- સોની પિક્ચર્સના શેરહોલ્ડર્સ મર્જર પછીની કંપનીમાં બહુમતી હિસ્સો રાખશે
- મર્જર કંપનીના બોર્ડમાં મોટા ભાગના ડિરેક્ટર્સ સોની ગ્રુપ દ્વારા નોમિનેટ કરવામાં આવશે.
- બંને કંપનીઓના સોદાનું ડ્યુ ડિલિજન્સ આગામી 90 દિવસોમાં પૂરું કરવામાં આવશે.
- હાલના પ્રોમટરો ફેમિલી ઝી પાસે શેરહોલ્ડિંગને ચાર ટકાથી વધારીને 20 ટકા કરવાનો વિકલ્પ હશે.
- બંને કંપનીઓ વચ્ચે નોન-બાઇન્ડિંગ ટર્મશીટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
- બંને કંપની વચ્ચે નોન-કમ્પિટ એગ્રીમેન્ટ પણ હસ્ક્ષર થશે.
- હાલની સ્થિતિમાં ઝી લિ.ના શેરહોલ્ડર્સનો હિસ્સો 61.25 ટકા હશે.
- સોની પિક્ચર્સ એન્ટરટેઇનમેન્ટ વિલય પછી 157.5 કરોડ ડોલરનું મૂડીરોકાણ કરશે.
- આ મૂડીરોકાણ કર્યા પછી હિસ્સામાં ફેરફાર થશે.
- કંપનીએ કહ્યું છે મર્જર પર બધા શેરહોલ્ડરો અને સ્ટેકહોલ્ડર્સનું હિત સર્વોપરી છે.
- આ મર્જરથી સોનીને 130 કરોડ લોકોની વ્યુઅરશિપ મળશે.
|