મુંબઈઃ મંગળવારે થોડા સમય માટે બિટકોઇન 48,000 ડોલરની સપાટી વટાવી ગયો હતો, જે આ વર્ષની તેની સર્વોચ્ચ સપાટી હતી. રોકાણકારોમાં હવે ક્રીપ્ટોકરન્સી પ્રત્યેનો વિશ્વાસ વધવા લાગ્યો છે. છેલ્લાં બે સપ્તાહમાં બ્લેકરોક અને ગોલ્ડમેન સાક્સ સહિતના નાણાકીય સેવા ક્ષેત્રના દિગ્ગજોએ ક્રીપ્ટોમાં રસ દાખવ્યો હોવાથી ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ગતિ આવી છે.
ગયા અઠવાડિયે ક્રીપ્ટો માર્કેટમાં 193 મિલ્યન ડોલરનો પ્રવાહ આવ્યો હતો. એમાંથી અડધા કરતાં વધારે રકમ બિટકોઇનમાં રોકાઈ હતી.
ટેરા ઈકોસિસ્ટમે પોતાની બિટકોઇન ટ્રેઝરીમાં જાન્યુઆરીથી 1 અબજ ડોલર કરતાં વધારેની વૃદ્ધિ કરી છે. 28મી માર્ચે ચાર વધારે ખરીદી કરવામાં આવી હતી.
દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.17 ટકા (813 પોઇન્ટ) વધીને 69,744 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 68,931 ખૂલીને 70,494 સુધીની ઉપલી અને 68,116 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
68,931 પોઇન્ટ | 70,494 પોઇન્ટ | 68,116 પોઇન્ટ | 69,744
પોઇન્ટ |
ડેટાનો સમયઃ 29-3-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |