અદાણી ગ્રુપ, ગૂગલ ક્લાઉડ વચ્ચે બહુ-વર્ષીય ભાગીદારી

અમદાવાદ: અદાણી ગ્રુપે ભારતના સૌથી ઝડપથી વિકસતા વૈવિધ્યસભર બિઝનેસ પોર્ટફોલિયોમાં આધુનિકીકરણના હવે પછીના તબક્કાને તાકાતવાન બનાવવા માટે ગૂગલ ક્લાઉડ સાથે બહુ-વર્ષીય ક્લાઉડ-ફર્સ્ટ ભાગીદારીની આજે જાહેરાત કરી છે.

અદાણી સમૂહની આઇટી ગતિવિધીને શ્રેષ્ઠતમ આંતરમાળખું, ટેક્નોલોજી અને ઉદ્યોગ સંબંધી ઉકેલોના સંદર્ભમાં આધુનિક ઓપ આપવા માટે ખાસ કરીને આ વ્યૂહાત્મક સહયોગ એક નવું પરિમાણ અંકીત કરશે અને દરેક સંસ્થાનોની કુશળતાને પારખશે.

“ક્લાઉડ અપનાવવાની અનિવાર્યતા અને ગતિ એ સમયનો તકાજો આપે છે કે દરેક વ્યવસાય તેના વ્યવસાયી ઢાંચાને નવેસરથી વ્યાખ્યાયિત કરે છે. આ નવા પડકારો અને તરોતાજા અવસરો પૂરા પાડે છે જે ફક્ત પરિવર્તનકારી જ નહીં હોય પરંતુ તે માટે ઔદ્યોગિકી સહયોગના નવા સ્વરૂપોની પણ જરૂર પડશે, એમ અદાણી ઉદ્યોગ સમૂહના ચેરમેન ગૌતમ અદાણીએ આ ઘોષણા કરતા જણાવ્યું હતું. “અમને ટેક્નૉલૉજી-આધારિત સંસ્થાનું નિર્માણ કરવામાં મદદરુપ થવા માટે ગુગલ ક્લાઉડની બહુવિધ પરિમાણીય ઓફરમાં કામ કરવાનો આનંદ છે જે અમારા માટે સંભવિત નવા વ્યવસાયિક ક્ષેત્રોના દ્વાર ખોલે છે એમ અદાણીએ કહ્યું હતું.

ભાગીદારીનો પ્રથમ તબક્કો સંગીન રીતે આગળ વધી રહ્યો છે, જેમાં અદાણી સમૂહ તેના હાલના સંકુલમાં કાર્યરત ડેટા સેન્ટર અને સંકલિત સુવિધામાંથી ગૂગલ ક્લાઉડમાં તેના વ્યાપક આઇટી ફુટ પ્રિન્ટને સ્થાનાંતરિત કરીને ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે.

SAP HANA core અને પેરિફેરલ સિસ્ટમ્સ જેવી અદાણી સમૂહની અઢીસો બિઝનેસ-ક્રિટીકલ એપ્લીકેશનને ગૂગલ ક્લાઉડના સુરક્ષિત, ભરોસાપાત્ર અને હાઇ-સ્પીડ ક્લાઉડ માળખામાં ખસેડવાથી કામગીરીના પ્રવાહને કેન્દ્રિત કરશે તેમજ રોજીંદા કામકાજને સુવ્યવસ્થિત કરવા સાથે વ્યવસાયિક વપરાશકર્તાઓને સચોટ નિર્ણય લેવા આ ઝડપી અને શક્તિશાળી નવી ડેટા ક્ષમતાઓને ઝડપી લેવા સક્ષમ બનાવશે.

“અદાણી સમૂહ ક્લાઉડ-ફર્સ્ટના ભવિષ્યની દિશાનો માર્ગ મોકળો કરી રહ્યું છે અને અમે સીમાચિહ્ન યોજનાઓ પરત્વે કંપની સાથે ભાગીદારી કરતા રોમાંચિત છીએ જે તેના નવીનીકરણ અને ભાવિ વૃદ્ધિને મજબૂત સમર્થન આપશે. અમે અદાણી ઉદ્યોગ સમૂહનું SAPમાં જોયેલું સ્થાનાંતર ગતિ માપનની દ્રષ્ટીએ સૌથી ઝડપી છે અને તે અગાઉથી જ તેના સમગ્ર વ્યવસાયમાં નોંધપાત્ર મૂલ્ય પ્રદાન કરી રહ્યું છે. અમારો અવિરત સહયોગ નવા ડિજિટલ પ્લેટફોર્મનું નેતૃત્વ કરશે જેની પરિવર્તનકારી અસર હશે,” એમ ગૂગલ ક્લાઉડના મુખ્ય કારોબારી અધિકારી થોમસ કુરીઅને કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ભારતમાં ગુજરાત રાજ્યના અમદાવાદમાં વડુમથક ધરાવતા અદાણી સમુહ એ લોજિસ્ટિક્સ (બંદરો, એરપોર્ટ, લોજિસ્ટિક્સ, શિપિંગ અને રેલ), સંસાધનો, વીજ ઉત્પાદન અને વિતરણ, રિન્યુએબલ એનર્જી, ગેસ અને આંતરમાળખું, કૃષિ (ચીજવસ્તુઓ, ખાદ્ય તેલ, ખાદ્ય ઉત્પાદનો, કોલ્ડ સ્ટોરેજ અને અનાજના ગોદામો) જાહેર પરિવહન આંતર માળખું,  રીયલ એસ્ટેટ, ગ્રાહક ધિરાણ અને સંરક્ષણ સહીતના અન્ય ક્ષેત્રો.વગેરેમાં રસ ધરાવતો વૈવિધ્યસભર વ્યવસાયોનો સૌથી મોટો અને સૌથી ઝડપથી વિકસતો પોર્ટફોલિયો ધરાવે છે.