આઇસી15 ઇન્ડેક્સ 2,768 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ સંસ્થાકીય ખરીદી વચ્ચે બિટકોઇન મંગળવારે ઇન્ટ્રાડે ધોરણે થોડા સમય માટે 41,000 ડોલરની ઉપર પહોંચી ગયો હતો.

છ મુખ્ય કરન્સીઓની સામે ડોલરની મજબૂતીનું માપ દર્શાવતો ડોલર ઇન્ડેક્ષ માર્ચ 2020 બાદ પહેલી વાર 101નો આંક વટાવી ગયો હતો. અમેરિકામાં ટ્રેઝરી યીલ્ડ વધી ગયું છે એવા સમયે વર્તમાન મહિને ડોલર ઇન્ડેક્સ 2.5 ટકા કરતાં વધારે પ્રમાણમાં વૃદ્ધિ પામ્યો છે.

ડબ્લ્યુટીઆઇ ક્રૂડ અને બ્રેન્ટ ક્રૂડ લગભગ 2 ટકા ઘટી ગયા એ પરિબળને અર્થતંત્ર માટે સારું ગણવામાં આવ્યું છે. આમ છતાં અમેરિકામાં સ્ટોક્સ ફ્યુચર્સ ઘટીને ખૂલવાનો અંદાજ છે.

પાછલા ચોવીસ કલાકના ગાળામાં બિટકોઇન વધઘટ થયા બાદ 40,600 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. બીજા ક્રમાંકની ક્રીપ્ટોકરન્સી – ઈથેરિયમ ફરી 3,000 ડોલરનો ભાવ વટાવી ગઈ છે. તમામ મુખ્ય ઓલ્ટરનેટિવ કોઇન 5 ટકા કરતાં વધારે પ્રમાણમાં વૃદ્ધિ પામ્યા છે. એમાંય ટેરા લ્યુનામાં 17 ટકા જેટલો તોતિંગ વધારો નોંધાયો છે.

દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 4.76 ટકા (2,768 પોઇન્ટ) વધીને 60,860 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 58,092 ખૂલીને 61,542 સુધીની ઉપલી અને 57,929 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
58,092 પોઇન્ટ 61,542 પોઇન્ટ 57,929 પોઇન્ટ 60,860 પોઇન્ટ

ડેટાનો સમયઃ 19-4-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)