બીએસઈ-સ્ટાર-એમએફ પર એક જ દિવસમાં 30.11-લાખ ટ્રાન્ઝેક્શન્સ થયા

મુંબઈ તા.18 એપ્રિલ, 2022: બીએસઈ સ્ટાર એમએફ પર આ મહિને સતત બીજો વિક્રમ સર્જાયો હતો. બધા મ્યુચ્યુઅલ ફંડ્સ અને વિતરકો ઓનલાઈન પ્લેટફોર્મ બીએસઈ સ્ટાર એમએફ પરથી કામકાજ કરતા હોવાથી આજે આ પ્લેટફોર્મ પર એક જ દિવસમાં 30.11 લાખ ટ્રાન્ઝેક્શન્સ થવાનો રેકોર્ડ નોંધાયો હતો. આ પૂર્વે 11 એપ્રિલ, 2022ના રોજ આ જ પ્લેફોર્મ પર એક જ દિવસમાં 29.90 લાખ ટ્રાન્ઝેક્શન્સનો વિક્રમ નોંધાયો હતો.

આ પ્લેટફોર્મ પર ગત માર્ચ મહિનામાં 1.97 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા એ પણ એક રેકોર્ડ છે. એ પૂર્વે જાન્યુઆરી 2022માં 1.87 કરોડ ટ્રાન્ઝેક્શન્સનો રેકોર્ડ થયો હતો.

આ પ્રસંગે બીએસઈ સ્ટાર એમએફનાં મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ હેડ સ્નેહલ દીક્ષિતે કહ્યું કે બીએસઈ માટે દરેક ટ્રાન્ઝેક્શન મહત્ત્વનો છે અને તેનાથી બીએસઈ સ્ટાર એમએફ સતત આગળ વધી રહ્યું છે. આ વૃદ્ધિ રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડની સતત વધી રહેલી સામેલગીરીને આભારી છે. ભવિષ્યમાં પણ અમે આ જ રીતે સાથે રહીને આગળ વધીશું.

નાણાકીય વર્ષ 21-22માં સ્ટાર એમએફ પર ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા 2020-21ના 9.38 કરોડથી વધીને 18.47 કરોડ થઈ હતી, જે 97 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.