મુંબઈઃ ફેડરલ રિઝર્વના વાઇસ ચેરમેન લાએલ બ્રેનાર્ડે વ્યાજદરમાં વધુપડતો વધારો કરવા સામે ચેતવણી આપી એ નિવેદનથી પ્રોત્સાહિત થતાં ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં વૃદ્ધિ જોવા મળી છે. આ સાથે જ શેરબજારના મુખ્ય ઇન્ડેક્સ પણ વધ્યા છે. બિટકોઇન 19,000 ડોલરની સપાટી વટાવી ગયો છે.
ઈક્વિટીમાં વૃદ્ધિ થતાં ટ્રેઝરી બોન્ડની ઊપજમાં ઘટાડો થયો છે. ક્રૂડના ભાવ પણ ઘટ્યા છે. જોકે, બ્રેનાર્ડે એમ પણ કહ્યું હતું કે ફેડરલ રિઝર્વ જ્યાં સુધી જરૂર છે ત્યાં સુધી ફુગાવાને કાબૂમાં રાખવા માટેનાં પગલાં ભરતી રહેશે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 4.45 ટકા (1,249 પોઇન્ટ)ની વૃદ્ધિ સાથે 29,333 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 28,080 ખૂલીને 29,592ની ઉપલી અને 27,901 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
28,080 પોઇન્ટ | 29,592 પોઇન્ટ | 27,901 પોઇન્ટ | 29,333 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 8-9-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |