નવી દિલ્હીઃ બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચનના પરિવારે પણ બિટકોઈન ઇનવેસ્ટમેન્ટ દ્વારા 112 કરોડ રૂપિયાની કમાણી કરી હોવાની વાતો પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમિતાભ બચ્ચન ફેમિલીએ આશરે બે વર્ષ પહેલાં 1.6 કરોડ રૂપિયાનું બિટકોઈનમાં ઈનવેસ્ટમેન્ટ કર્યું હતું. બિટકોઈનની સતત વધતી કીમતના કારણે અમિતાભ બચ્ચનને ખૂબ મોટો ફાયદો થયો છે. અમિતાભ બચ્ચને દીકરા અભિષેક બચ્ચન સાથે મળીને સિંગાપુરની કંપની મેરીડિયન ટેક પીટીઈમાં ઈનવેસ્ટમેન્ટ કર્યું હતું.
ગત સપ્તાહે મેરીડિયનની પ્રાઈમ એસેટ કંપની Ziddu.com ને એક વિદેશી કંપની લોન્ગફિન કોર્પે ખીરીદી લીધી. આ ડીલ લોન્ગફિન કોર્પના અમેરિકાના સ્ટોક એક્સચેંજ નૈડેસ્ક પર લિસ્ટીંગ કર્યાના બે દિવસ બાદ થઈ હતી. મે 2015માં જ્યારે બચ્ચન પરિવારે મેરીડિયનમાં રોકાણ કર્યું હતું ત્યારે એ સમયે Ziddu.com એક ક્લાઉટ સ્ટોરેજ અને ઈ ડિસ્ટ્રિબ્યૂશન સ્ટાર્ટ અપ હતી. ડિસેમ્બર 2017માં આ કંપની બ્લોકચેન ટેક્નોલોજી એંપાવર્ડ સોલ્યુશંસ પ્રોવાઈડર બની અને ક્રિપ્ટોકરંસીઝનો ઉપયોગ કરતા માઈક્રોફાઈનાંસ ઉપલબ્ધ કરાવવા લાગી હતી.