ભારતમાં લોંચ થયું સૌથી ઝડપી ઈ સ્કૂટર, 75 કિલોમીટરની એવરેજ

નવી દિલ્હીઃ જાપાનની ટૂ વ્હિલર નિર્માતા કંપની ઓકિનાવાએ ભારતમાં પોતાનું નવું ઈ સ્કૂટર લોન્ચ કર્યું છે. પ્રેઝ નામનું આ ઈ સ્કૂટર 75 કિમી પ્રતિકલાકની ઝડપે દોડશે. ત્યારે આ સ્પીડ મામલે આ સ્કૂટરને દેશનું સૌથી વધારે તેજ ઈ સ્કૂટર બતાવવામાં આવી રહ્યું છે. પ્રેઝની કીમત 59,889 રૂપિયા દિલ્હીના એક્સ શો રૂમમાં છે. આ સ્કૂટરને એકવાર ચાર્જ કર્યા બાદ તે 170થી 200 કિલોમિટર સુધી ચાલી શકે છે. કંપનીએ આ પહેલાં રિઝ નામનું એક સ્કૂટર પણ બજારમાં મુક્યું હતું.

કંપનીનું કહેવું છે કે તેને આ સ્કુટર ઓછી કિંમત, રનિંગ કોસ્ટ, અને ઝીરો પોલ્યુશનને ધ્યાનમાં રાખીને કર્યું છે. સ્કુટરમાં લિથિયમ આયર્ન બેટ્રી પેક આપવામાં આવ્યું છે જેને હટાવી પણ શકાય છે. તો આ સ્કુટરની સૌથી ખાસ વાત એ છે કે તેમાં આધુનિક અને સુરક્ષીત ચાર્જીંગ સીસ્ટમ લગાવવામાં આવી છે. 9 કિલોનું વજન ધરાવતી આ સ્કુટરની આ બેટ્રીને સ્કુટરની સાથે રાખવાની સાથે જ અલગ મુકીને ચાર્જ પણ કરી શકાય છે.

તો આ સ્કુટરમાં સૌથી મહત્વની વાત એ છે કે આની બેટ્રી માત્ર 45 મીનીટમાં 80 ટકા જેટલી ચાર્જ થઈ જાય છે. કંપનીએ દાવો કર્યો છે કે આની બેટ્રીનુ આયુષ્ય બે હજાર સાયકલો બરાબર છે. તો આ સીવાય કંપની બેટ્રી પર પણ ત્રણ વર્ષની રિપ્લેસમેંટ વોરંટી પણ આપે છે.

સ્કુટરના મોડલની જો વાત કરવામાં આવે તો આ સ્કુટર કુલ ત્રણ મોડલમાં ઉપ્લબ્ધ છે. જેમાં ઈકોનોમી, સ્પોર્ટી અને ટર્બી જેવા મોડલોનો સમાવેશ થાય છે. ઈ સ્કુટરના ટોર્કની રેંજ 18Nm से 40Nm છે જેના દ્વારા સ્કુટરની પીકઅપ પણ ખૂબ જ સારી આવે છે. પ્રેઝમાં આ સીવાય એલઈડી લાઈટ્સ, ડિજિટલ ઈન્સ્ટુમેંટ કંસોલ, અને બ્રેક લિવર્સનો પણ સમાવેશ થાય છે જેને એડજસ્ટ કરી શકાય છે.

12 ઈંચના ટાયર્સ ધરાવતા આ સ્કુટરમાં ડ્યુઅલ ગેસ ચાર્જ્ડ રિયર શોક અબ્ઝોર્વર્સ અને ટેલિસ્કોપિક ફ્રંટ સસ્પેંશંસ પણ આપવામાં આવ્યા છે જેના કારણે સ્કુટર ચલાવતી વખતે આરામદાયક અનુભવ થાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઈ સ્કુટર પોતાની સાથે 180 કિલો જેટલો સામાન લઈ જઈ શકે છે.