એર ઈન્ડિયાનું લક્ષ્યઃ પાંચ-વર્ષમાં માર્કેટ હિસ્સો 30%

મુંબઈઃ ટાટા ગ્રુપ હસ્તકની એર ઈન્ડિયાના વડા કેમ્પબેલ વિલ્સને કહ્યું છે કે આવતા પાંચ વર્ષમાં સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય, એમ બંને માર્કેટમાં એમની આ એરલાઈનનો હિસ્સો વધારવાનું એમણે લક્ષ્ય નક્કી કર્યું છે. મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર વિલ્સને કહ્યું છે કે, ‘અમે એરલાઈન માટે પુનર્જિવન યોજના ‘વિહાન.AI’ને અમલમાં મૂકી છે. તે અંતર્ગત અમે પાંચ વર્ષમાં સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય, એમ બંને સ્તરની માર્કેટમાં એર ઈન્ડિયાનો હિસ્સો 30 ટકા સુધી વધારવા માગીએ છીએ.’

હાલ ડોમેસ્ટિક માર્કેટમાં એર ઈન્ડિયાનો હિસ્સો 10 ટકા છે જ્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 12 ટકા છે.