નવી દિલ્હીઃ રૂપિયામાં ઉતારચઢાવથી ભારતને ચિંતિત થવાની કોઈ જરુરિયાત નથી કારણ કે દેશનો વિદેશી મુદ્રા ભંડાર સારી સ્થિતિમાં છે. જો કે રૂપિયો નીચે જવાથી ઈકોનોમી પર મોંઘવારીનું પ્રેશર વધી શકે છે.
એડીબીને તેલની કિંમતોમાં વધારે વધારો થાય તેવી આશા નથી જે હાલમાં 75 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ચુક્યા છે. તેમણે જણાવ્યું કે લાંબા સમયથી વિદેશી મુદ્રા ભંડાર વધી રહ્યો છે જેમાં અત્યારે કમી આવે તેવા કોઈ સંકેત નથી. એક કાર્યક્રમ દરમિયાન એડીબીના ચીફે આ વાત જણાવી હતી.
એડીબીના ચીફે જણાવ્યું કે વાસ્તવમાં કરંસીમાં ઘટાડો થવાથી સારી અથવા ખરાબ અસરો પહોંચી શકે છે. આ એક્સપોર્ટ માટે સારા સમાચાર છે જેનાથી રૂપીયામાં કમજોરીથી ફાયદો થઈ શકે છે. આ કમજોરીની સંભવિત અસર ઈકોનોમી પર મોંઘવારીના દબાવ સ્વરૂપે જેવા મળશે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ વર્ષે ભારતીય રૂપીયો ઈમર્જિંગ માર્કેટમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનારી કરંસીમાં રહ્યો અને તે અમેરિકી ડોલરની તુલનામાં 4.5 ટકા કમજોર થઈ ગયો. ત્યાં જ 6 એપ્રિલના રોજ સમાપ્ત થયેલા સપ્તાહ દરમિયાન ભારતનો વિદેશી મુદ્રા ભંડાર પોતાના અત્યાર સુધીના ઉચ્ચત્તમ સ્તર 424.864 અરબ ડોલર સુધી પહોંચી ગયો જેનાથી ફોરેંસ કરંસી એસેટ્સમાં વધારાથી મજબૂતી પ્રાપ્ત થઈ. જો કે સવાદાએ એ પણ જણાવ્યું કે હું ઓઈલની કિંમતોમાં વેગીલા વધારાની આશાઓ નથી રાખતો.