અદાણી રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે $70 અબજનું મૂડીરોકાણ કરશે

નવી દિલ્હીઃ અબજોપતિ ગૌતમ અદાણીએ કહ્યું હતું કે તેમનું લોજિસ્ટિક્સ-ટુ એનર્જી ગ્રુપ આગામી દાયકામાં વિશ્વની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની બનવા માટે અને સૌથી સસ્તા હાઇડ્રોજનનું ઉત્પાદન કરવા માટે 70 અબજ ડોલરનું મૂડીરોકાણ કરશે. અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ વર્ષ 2030 સુધીમાં 45 ગિગાવોટ રિન્યુએબલ એનર્જીની ઉત્પાદન ક્ષમતાનું લક્ષ્ય રાખ્યું છે. વળી, કંપનીએ વર્ષ 2022-23 સુધી પ્રતિ વર્ષ બે ગિગાવોટની સોલર ઉત્પાદન ક્ષમતા વિકસિત કરવા માટે 20 અબજ ડોલરનું મૂડીરોકાણ કરશે.વળી, ગ્રુપની કંપની અદાણી ટ્રાસન્સમિશન લિ.એ  વર્ષ 2023 સુધી વીજખરીદીમાં હિસ્સો ત્રણ ટકાથી વધારીને 30 ટકા કરવાની નેમ ધરાવે છે. આ સાથે કંપની વર્ષ 2030 સુધીમાં હિસ્સો વધારીને 70 ટકા કરવાનું લક્ષ્ય રાખ્યું છે. બ્લુમબર્ગ ઇન્ડિયા ફોરમમાં ગ્રુપના સંસ્થાપક ગૌતમ અદાણીએ કહ્યું હતું કે ગ્રુપ રિન્યુએબલ ક્ષેત્રે એક વ્યવહારુ અને વાજબી વિકલ્પ ઊભો કરવા માટે કામ કરી રહ્યું છે. વર્ષ 2030 સુધીમાં અમે વિશ્વની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની બનવાનું લક્ષ્ય રાખ્યું છે. જેના માટે કંપની આગામી દાયકામાં આ ક્ષેત્રે 70 અબજ ડોલરનું મૂડીરોકાણ કરવાનું વચન આપે છે, એમ તેમણે કહ્યું હતું. હાલમાં રિન્યુએબલ એનર્જી ઓલરેડી વર્લ્ડની સોલર પાવર ડેવલપર કંપની છે.

અમારું માનવું છે કે અમારી રિન્યુએબલ ક્ષમતા અને અમારું મૂડીરોકાણ અમને વૈશ્વિક સ્તરે અગ્રણી કંપની બનાવશે, જેથી અમારા પ્રયાસો થકી અમે સસ્તા ગ્રીન વીજ અને ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરી શકીશું. એમ તેમણે જણાવ્યું હતું, પણ તેમણે આ યોજનાની વિગતો આપી નહોતી.