મુંબઈ તા.30 માર્ચ, 2022: અચ્યુત હેલ્થકેર લિમિટેડ અને ઈવોક રેમેડીઝ લિમિટેડ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ થતાં કુલ લિસ્ટેડ કંપનીઓની સંખ્યા 367 થઈ છે.
અચ્યુત હેલ્થકેર લિમિટેડે રૂ.10 મૂળ કિંમતના 18 લાખ ઈક્વિટી શેર્સ રૂ.20ના ભાવે ઓફર કરી રૂ.3.60 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 22 માર્ચ, 2022ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
ઈવોક રેમેડીઝ લિમિટેડએ રૂ.10ની મૂળ કિંમતના 36 લાખ શેર રૂ.27ના ભાવે ઓફર કરી રૂ.9.72 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 22 માર્ચ, 2022ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
અચ્યુત હેલ્થકેર ગુજરાતસ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ અમદાવાદમાં છે. કંપની ફાર્માસ્યુટિકલ્સ પ્રોડક્ટસનું ટ્રેડિંગ કરે છે. કંપની યુએઈ, કેન્યા અને નાઈજિરિયામાં વેપાર ધરાવે છે.
ઈવોક રેમેડીઝ ગુજરાતસ્થિત કંપની છે જેની રજિસ્ટર્ડ ઓફિસ અમદાવાદમાં છે. કંપની ફાર્માસ્યુટિકલ્સના કાચા માલોનો વેપાર કરે છે. કંપની તેનાં બધાં પ્રોડક્ટ્સ ડબ્લ્યુએચઓ-જીએમપી સર્ટિફાઈડ ઉત્પાદકો પાસેથી લે છે.
અત્યાર સુધીમાં 131 કંપનીઓ મેઈન બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે. બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટેડ 365 કંપનીઓએ બજારમાંથી રૂ.3,884.54 કરોડ એકત્ર કર્યા છે, જેમનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન 29 માર્ચ, 2022ના રોજ રૂ.47,782.00 કરોડ હતું. બીએસઈ 61 ટકા બજાર હિસ્સા સાથે આ ક્ષેત્રે મોખરે છે.