મુંબઈ, તા.22 જુલાઈ, 2021ઃ BSE SME પ્લેટફોર્મ પર AA પ્લસ ટ્રેડલિન્ક લિમિટેડ લિસ્ટ થઈ છે, એ સાથે BSE SME પર લિસ્ટેડ કંપનીઓની સંખ્યા 342 થઈ છે.
એએ પ્લસ ટ્રેડલિન્ક લિમિટેડ રૂ.10ની મૂળ કિંમતના 36 લાખ ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ.18ના ભાવે ઓફર કરતા કુલ રૂ.6.48 કરોડના પબ્લિક ઈશ્યુને લઈને આવી હતી. કંપનીનો પબ્લિક ઈશ્યુ 13 જુલાઈ, 2021ના રોજ સંપન્ન થયો હતો.
એએ પ્લસ ટ્રેડલિન્ક લિમિટેડ મહારાષ્ટ્ર સ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ મુંબઈ ખાતે છે. કંપની આયર્ન, સ્ટીલ, એલ્યુમિનિયમ, ગ્રેફાઈટ અને અન્ય મિશ્ર ધાતુઓના પ્રોડક્ટ્સનું ટ્રેડિંગ કરે છે. તે ઈપોક્સી ફ્લોર કોટિંગ્સ, ઈન્ડસ્ટ્રિયલ ઈપોક્સી ફ્લોર કોટિંગ્સ, ઈપોક્સી ફ્લોર મરીન, પીયુ ઈપોક્સી ફ્લોર કોટિંગ્સ વગેરે સપ્લાય કરે છે. તે બાંધકામ અને મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગની કંપનીઓ અને અન્ય ક્લાયન્ટ્સને સર્વિસ પૂરી પાડે છે.