પ્રાપ્ત માહિતી અનુસાર ઈનામ મેળવનારા વ્યક્તિનું નામ ગુપ્ત રાખવામાં આવશે. જો તેના દ્વારા આપવામાં આવેલી માહિતી ખોટી હશે તો ઈનામની રકમ આપવામાં નહીં આવે. આ માટે આવકવેરા વિભાગ પોતાના સ્તરે તપાસ કરશે. વધુમાં ઈનામની આ રકમ માત્ર ત્યારે જ આપવામાં આવશે જ્યારે બેનામી સંપત્તિ નિરોધક કાયદા 1988 હેઠળ આવતી હશે. આ કાયદામાં વર્ષ 2016માં સુધારો કરવામાં આવ્યો હતો.
શું છે બેનામી સંપત્તિ?
જ્યારે કોઈ વ્યક્તિ તેના પોતાના પૈસાથી કોઈ અન્ય વ્યક્તિ માટે સંપત્તિ ખરીદે છે ત્યારે તેને બેનામી સંપત્તિ માનવામાં આવે છે. જો કે, તે આવશ્યક છે કે મિલકતમાં લગાવવામાં આવેલા નાણાંનો સ્રોત અજાણ હોય, જેની માહિતી આવકવેરા વિભાગને પણ નથી હોતી. પછી તેની ચુકવણી રોકડ અથવા ચેક કોઈ પણ રીતે કરવામાં આવી હોય તેનાથી કોઈ ફરક નથી પડતો.
સુધારેલા કાયદા હેઠળ કેન્દ્ર સરકાર પાસે એ અધિકાર છે કે, તે આવી મિલકતને કોઈ પણ સમયે જપ્ત કરી શકે છે. સાથે જ બેનામી સંપત્તિની ખરીદી કરવા માટે દોષિત સાબિત થયેલા ખરીદદારને સાત વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે.