નવી દિલ્હી: સ્માર્ટફોનના ફીચર્સને લગતા એક અભ્યાસના રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, 81 ટકા ભારતીયને પોતાના મોબાઈલના ફીચર્સથી સંતોષ નથી. તેમને લાગે છે કે, હજુ કંઈ ખુટે છે. તેમની પાસે હોવા જોઈએ તે બધા ફીચર્સ નથી. જો કે, ટેક્નોલોજીનું તો એવું છે કે, આજે ખરીદેલ ગેજેટમાં કાલે નવું ફીચર ઉમેરાઈને આવે અને આપણે પાછળ રહી જઈએ. એટલે ફીચરને લઈને થોડો અસંતોષ તો રહેવાનો જ.
એક કંપની દ્વારા કરવામાં આવેલ આ અભ્યાસમાં 21 ટકા લોકોની માંગ મોબાઈલમાં વોટરપ્રુફીંગ માટેની હતી. ફોનમાં ક્વિક ચાર્જ સપોર્ટ 19 ટકા લોકોને જોઈએ છે. ફ્રન્ટના સેલ્ફી કેમેરામાં ફ્લેશની માંગ 15 ટકા લોકોએ કરી હતી. ફેસ અનલોક ફીચરની માંગ 11 ટકા લોકોએ કરી હતી. સર્વેમાં એક ચતુર્થાંશ લોકોનું માનવું હતું કે, સૌથી મોટા ઈશ્યુમાં બેટરી પુરી થઈ જવાની સમસ્યા છે. બીજા 20 ટકા એવું વિચારે છે કે, સોફ્ટવેર ઘીમું પડી જવાની સમસ્યા બીજી મોટી સમસ્યા છે. ભારત પાસે વપરાશકર્તાઓનો નોંધપાત્ર સમૂહ છે કે જેઓ ક્યાં તો ફિચર ફોનમાંથી અપગ્રેડ થયા છે અથવા આ સેગમેન્ટમાં પ્રારંભિક મૂવર્સ બની ગયા છે.
આ અભ્યાસનો હેતુ સ્માર્ટફોન સ્પેસમાં યુઝર પસંદગીઓ વિકસાવવાની રીતને સમજવાનો હતો. 18-30 ના વય જૂથમાં 15,000 થી વધુ સ્માર્ટફોન યુઝર્સ સાથે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જે મુખ્યત્વે ઉત્સાહી પુરુષ અને એવા લોકો હતો જેમને થોડા સમયમાં પોતાના હેન્ડસેટને બદલવાના હતા. અભ્યાસના આશરે 50 ટકા પ્રતિવાદીઓ પાસે એક વર્ષથી સ્માર્ટફોન્સ લીધેલ હતા અને આ સ્થાનમાં બ્રાન્ડ લોયલ્ટીઝ કેવી રીતે સ્થળાંતર કરી રહી છે અને સમય જતાં તેમના દ્વારા સામનો કરવામાં આવતી સૌથી સામાન્ય સમસ્યાઓ વિશે તેમના મંતવ્યો શેર કર્યા હતા.