મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. વીકેન્ડ પહેલાં નફો અંકે કરવાના વલણને લીધે માર્કેટમાં સાધારણ ઘટાડો આવ્યો હતો. બિટકોઇન 24,000 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.
જોકે, અમેરિકામાં સ્ટોક્સ ફ્યુચર્સમાં વધારે થયો છે. હાલમાં ફેડરલ રિઝર્વ અને રોકાણકારો બન્નેએ ફુગાવા પર ખાસ લક્ષ આપ્યું છે. ફુગાવો વધે તો વ્યાજદરમાં આવશ્યક ફેરફાર કરવા પડે અને તેની અસર માર્કેટ પર થાય આથી આ પરિબળ વર્તમાન વર્ષમાં હાવી રહ્યું છે.
પ્રાપ્ત આંકડાઓ મુજબ રોકાણકારો પોતાનાં લોંગ ઓળિયાં ઈથેરિયમ તરફ વાળી રહ્યાં છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.53 ટકા (561 પોઇન્ટ) ઘટીને 35,288 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 35,852 ખૂલીને 36,568 સુધીની ઉપલી અને 34,956 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
35,852 પોઇન્ટ | 36,568 પોઇન્ટ | 34,956 પોઇન્ટ | 35,288 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 12-8-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |