મંદીની કોઈ સંભાવના નથી, ભારત સૌથી ઝડપી વિકસતું અર્થતંત્રઃ સૂત્ર

નવી દિલ્હીઃ દેશમાં સતત વધતી મોંઘવારી, વધતી વેપારી ખાધ અને ડોલર સામે રૂપિયામાં થતા ધોવાણ છતાં ભારત આ વર્ષે સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર હશે, એમ સરકારી સૂત્રે કહ્યું હતું. દેશની વધતી વેપારી ખાધ અને ઊંચાં આયાત બિલોને કારણે ફોરેન રિઝર્વમાં થયા ઘટાડાએ ચાલુ ખાતાની ખાધે (CAD) ખતરાની ઘંટડી વગાડી છે, તેમ છતાં આર્થિક સ્થિતિ ટૂંક સમયમાં સ્થિરતા આવશે.

આ વર્ષે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો સાત ટકા તૂટ્યો છે, તેમ છતાં સરકાર અને RBIને વિશ્વાસ છે કે પરિસ્થિતિમાં જલદી સુધારો થશે. જેથી ભારતમાં મંદી આવે એવી કોઈ શક્યતા નથી. ભારતનો આર્થિક ગ્રોથ સ્થિર છે અને આર્થિક વિકાસદર ધીમો પડે એવી કોઈ શક્યતા નથી, એમ સૂત્રે કહ્યું હતું.

દેશમાં મોંઘવારીનો દર સતત RBIના લક્ષ્યાંકની ઉપર રહ્યો છે, તેમ છતાં દેશમાં રિકવરી ગ્રોથ સર્વિસિસની માગમાં વધારો અને ઓદ્યૌગિક ઉત્પાદનમાં થયેલા વધારાને કારણે નોંધપાત્ર છે.  RBI સહિતની મુખ્ય રેટિંગ એજન્સીઓના અંદાજ મુજબ ચાચુ નાણાકીય વર્ષે દેશનો આર્થિક વિકાસદર સાત ટકાની ઉપર રહેશે. બીજું ડોલર સામે રૂપિયામાં પણ મોટું ધોવાણ નથી. વળી, સરકાર અને RBI સતત રૂપિયાની ચાલ પર નજર રાખી રહ્યા છે. વળી, ક્રૂડની કિમતોમાં અને ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓની કિંમતોમાં થઈ રહેલો ઘટાડાને પગલે ચાલુ ખાતાની ખાધને પણ પહોંચી વળાશે, એમ સરકારી સૂત્રે કહ્યું હતું.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]