તુર્કીની રાજધાની ઈસ્તાંબુલના તકસીમ સ્ક્વેરમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં છ લોકોના મોત થયા છે અને કુલ 53 લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ રવિવારે ઇસ્તંબુલના સૌથી ભીડવાળા વિસ્તારમાં થયો હતો જ્યારે ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. બ્લાસ્ટ બાદ એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. વિસ્ફોટ કયા કારણોસર થયો તે અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. અહેવાલો અનુસાર વિસ્ફોટ બાદ વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો હતો.
#BREAKING: At least 11 people injured in explosion in Istanbul, Turkey pic.twitter.com/J7vVhVRtIF
— Amichai Stein (@AmichaiStein1) November 13, 2022
વીડિયો પણ આવ્યો સામે
આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. સ્થાનિક અહેવાલો અનુસાર બ્લાસ્ટ સાંજે 4:15 વાગ્યે (તુર્કીના સમય અનુસાર) થયો હતો. તુર્કીમાં આ વિસ્ફોટ પહેલો નથી. આ પહેલા પણ 2017 અને 2015માં ઈસ્લામિક સ્ટેટ અને કેટલાક કુર્દિશ જૂથોએ અહીં વિસ્ફોટ કર્યા હતા.