દિલ્હી વિધાનસભામાં ભાજપે ‘સંકલ્પ પત્ર’માં ચૂંટણી વચનોની કરી લહાણી

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઘોષણાપત્ર જારી કર્યો છે. પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ પક્ષનો સંકલ્પ પત્ર જારી કર્યો છે. તેમણે કહ્યું હતું કે અમારે સંકલ્પથી સિદ્ધિ તરફ જવું છે. તેમણે ઘોષણા કરતાં કહ્યું હતું કે જે જનકલ્યાણની યોજનાઓ સરકાર તરફથી ચલાવવામાં આવી રહેલી યોજનાઓ અમારી સરકાર બનવા પર પણ જારી રહેશે.

ભાજપના ચૂંટણી વચનોની આ રહી મુખ્ય બાબત

  • દિલ્હીમાં મહિલાઓ માટે ‘મહિલા સમૃદ્ધિ યોજના’ હેઠળ 2500 રૂપિયાની માસિક સહાયની જાહેરાત
  • દિલ્હીના ગરીબ વર્ગની મહિલાઓને 500 રૂપિયામાં LPG સિલિન્ડર આપશે.
  • હોળી અને દિવાળી પર એક-એક સિલિન્ડર મફત આપવામાં આવશે.
  • વરિષ્ઠ નાગરિકોને રૂ. 10 લાખ સુધી મફત સારવાર આપવામાં આવશે,
  • તેમને મફત OPD તબીબી અને નિદાન સેવાઓ પણ આપવામાં આવશે.
  • વરિષ્ઠ નાગરિકોનું પેન્શન દર મહિને રૂ. 2000 થી વધારીને રૂ. 2500
  • 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો, વિધવાઓ, નિરાધાર અને ત્યજી દેવાયેલી સ્ત્રીઓનું પેન્શન રૂ. 2500થી વધારીને રૂ. 3000 પ્રતિ માસ કરવામાં આવશે.
  • જે.જે. ક્લસ્ટરોમાં અટલ કેન્ટીનની સ્થાપના -જેમાં માત્ર રૂ. 5માં પૌષ્ટિક ખોરાકની સુવિધા
  • જો દિલ્હીમાં ભાજપની સરકાર બનશે તો વર્તમાન કલ્યાણકારી યોજનાઓ ચાલુ રહેશે
  • આ યોજનાઓને વધુ અસરકારક અને ભ્રષ્ટાચારમુક્ત બનાવવામાં આવશે.

ભાજપપ્રમુખે કહ્યું હતું કે PM મોદીએ રાજકીય કલ્ચરને બદલી નાખ્યું છે. આ પહેલાં મેનિફેસ્ટો આવતા હતા, પરંતુ રાજકીય પાર્ટીઓને ભૂલી જાય છે.

પાર્ટીએ 2014માં 500 ચૂંટણીવચનો આપ્યાં હતાં, જેમાં 499 વચનો કરવામાં આવ્યાં હતાં.