આમ આદમી પાર્ટીના ધારાસભ્યોનું એક પ્રતિનિધિમંડળ શુક્રવારે દિલ્હી ચૂંટણી પંચ પહોંચ્યું હતું. દરમિયાન, AAPના ધારાસભ્યોએ ચૂંટણી પંચને ફરિયાદ કરતા મનોજ તિવારીના ખાનગી ન્યૂઝ પર આપેલા ઈન્ટરવ્યુનો ઉલ્લેખ કરતા કહ્યું કે બીજેપી સાંસદ મનોજ તિવારી અરવિંદ કેજરીવાલને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે. AAPના આ પ્રતિનિધિમંડળમાં પાંચ ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ધારાસભ્યો સૌરભ ભારદ્વાજ, સંજીવ ઝા, મદન લાલ, પ્રવીણ કુમાર, સોમ દત્ત સામેલ હતા. ખાનગી ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યુમાં મનોજ તિવારીએ કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ સીએમ અરવિંદ કેજરીવાલની આંખો કાઢી શકે છે અને તેમના પગ તોડી શકે છે. હું દેશના ગૃહમંત્રી પાસે માંગ કરું છું કે તેમને સુરક્ષા આપવામાં આવે, કારણ કે લોકો તેમને ગમે ત્યાં મારશે.
ભાજપના સાંસદ મનોજ તિવારીના કેજરીવાલ વિશેના નિવેદનો સામે આવ્યા બાદથી AAP ગુસ્સે છે અને પાર્ટીના નેતાનું કહેવું છે કે મનોજ તિવારી કયા તથ્યોના આધારે આવી વાતો કરી રહ્યા છે. બીજી તરફ ચૂંટણી પંચને ફરિયાદ કરવા આવેલા AAP ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે કહ્યું કે, અરવિંદ કેજરીવાલ દિલ્હી અને ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં લાખો લોકોની વચ્ચે જઈ રહ્યા છે. આવા સમયે એવી ભૂમિકા ભજવી રહ્યા છે કે હવે અરવિંદ કેજરીવાલ પર જીવલેણ હુમલો થશે. આનો અર્થ એ થયો કે સાંસદ મનોજ તિવારીને ખબર છે કે સીએમ અરવિંદ કેજરીવાલને મારવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.
દિલ્હીમાં આદર્શ આચારસંહિતા છે
AAPના નેતા સૌરભ ભારદ્વાજ મનોજ તિવારીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે આ અંગે ફરિયાદ કરી છે કારણ કે હવે દિલ્હીમાં આદર્શ આચારસંહિતા છે. ચૂંટણી પંચ પાસે સંપૂર્ણ સત્તા છે. ચૂંટણી પંચે અમારા પગલાંને ખૂબ જ ગંભીરતાથી લીધા છે. તેમણે સંમતિ આપી કે આ મામલો ખૂબ જ ગંભીર છે. એક વરિષ્ઠ નેતાએ કરેલી આવી વાત તપાસના દાયરામાં આવવી જોઈએ.
મનીષ સિસોદિયાનું નિવેદન પણ સામે આવ્યું છે
મનોજ તિવારીની વાતને લઈને AAPના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે, “ભાજપ બેફામ થઈ ગઈ છે. ષડયંત્રથી ઉપર ઊઠીને તેણે હવે હત્યાની યોજનાઓ બનાવવાનું શરૂ કરી દીધું છે. પહેલા બીજેપીના લોકો ખૂબ ગાળો આપતા હતા, પરંતુ જો વાત ન ચાલે તો હવે તેઓ મારી નાખવાની ધમકી આપી રહ્યા છે.મનોજ તિવારી ગઈકાલે જે ભાષામાં બોલ્યા તે તેમને મારી નાખવાની ખુલ્લી ધમકી છે.મનોજ તિવારી ભલે એમ કહી રહ્યા હોય કે તેઓ કેજરીવાલની સુરક્ષાને લઈને ચિંતિત છે પણ તેઓ કેવી રીતે જાણશે કે આવા એક ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.