હાર બાદ ઈમોશનલ થયો વિવિયન, ફેન્સની કેમ માગી માફી?

મુંબઈ: ટીવીના સુપરસ્ટાર અભિનેતા વિવિયન ડિસેના કલર્સ ટીવી અને બિગ બોસના પ્રિય હોવા છતાં બિગ બોસ 18 શો જીતી શક્યા નહીં. કરણવીર મહેરાએ તેમની પાસેથી બિગ બોસની ટ્રોફી જીતી લીધી છે. જ્યારે શોમાં વિજેતાના નામની જાહેરાત થઈ ત્યારે વિવિયન, તેમના પરિવાર અને તેમના ફેન્સના દિલ તૂટી ગયા. વિવિયન પોતે પણ જીતને લઈને કોન્ફિડેન્ટ લાગી રહ્યા હતા. પરંતુ ટ્રૉફીની એકદમ નજીક પહોંચીને જ્યારે એ વિવિયનના હાથમાં ન આવી ત્યારે તેમનું દર્દ છલકાઈ ગયું.અભિનેતાએ શોમાંથી નીકળ્યા બાદ પોતાની પહેલી પોસ્ટ લખી. જેમાં વિવિયને પોતાના ફેન્સની માફી માગી. સોશિયલ મીડિયા પર વિવિયને લખ્યું છે કે, “પ્રિય ફેન્સ, હું દિલથી આપ સૌનો આભાર માનું છું.”

“મારા પર વિશ્વાસ કરવા બદલ, મને ભરપૂર પ્રેમ આપવા બદલ અને સપોર્ટ આપવા બદલ. તમારી આશાઓ પર પૂરા ઉતરવાના મેં ભરપૂર પ્રયત્નો કર્યા, તેમ છતાં મારા કારણે જો કોઈના મનને ઠેસ પહોંચી હોય તો હું તેના બદલ આપની માફી માંગુ છું.”“હું તમારી લાગણીઓને સમજી શકું છું. તમારી લાગણીઓનો દરિયો જે મેં શો દરમિયાન જોયો તેનાથી હું પણ ભાવુક થઈ ગયો છું.”“તમારા બધાનો સાથ મને મળ્યો તે બદલ હું ખુબ જ ખુશ છું અને ગર્વ પણ અનુભવી રહ્યો છું. હું તમને વચન આપું છું કે આગળ વધારે મહેનત કરીશ. જેથી આપની આશાો પર ખરો ઉતરી શકું.”

“તમે લોકો મારો પરિવાર છો, મારી તાકાત છો. મેં મારા જીવનમાં જે પણ કમાણી કરી છે, તે મારા ફેન્સના કારણે જ છે. હું મારા ફેન્સનો ફેન છું. તમને સૌને સલામ.”