પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં પરિણામોમાં NDA બે તૃતીયાંશ બહુમતી તરફ વધી રહ્યું છે. પ્રારંભિક વલણોમાં NDA પ્રચંડ બહુમતી મળતી દેખાઈ રહી છે. NDA 170થી વધુ સીટો પર આગળ ચાલી રહ્યો છે. બીજી તરફ મહાગઠબંધનને મહા ટેન્શન થઈ રહ્યું છે, કેમ કે હજી 70નો આંકડો પણ પાર નથી કરી રહ્યું। જોકે એમ લાગી રહ્યું છે કે આ આંકડા અંતિમ પરિણામોમાં તબદિલ થઈ રહ્યા છે. હાલ તેજસ્વી યાદવ પણ રાઘોપુરથી પાછળ ચાલી રહ્યા છે.
શું ‘પંજાની’ નબળી પકડથી ‘લાલટેન’ની જ્યોત ધીમી પડી
બિહારમાં ફરી એક વાર NDA ની સરકાર બનતી દેખાઈ રહી છે. આ વખતે મહાગઠબંધન 90 સીટોથી નીચે દેખાઈ રહ્યું છે. જો મહાગઠબંધનની સીટોને ધ્યાનથી જોવામાં આવે તો એક સ્પષ્ટ રુઝાન દેખાય છે—બિહારમાં કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ નબળું રહ્યું છે. કોંગ્રેસની આ નબળાઈને કારણે મહાગઠબંધનમાં તેની સાથી RJDને પણ નુકસાન થઈ રહ્યું છે.
આ રુઝાનો અનુસાર મહાગઠબંધન લગભગ 70 સીટો પર આગળ છે. પરંતુ મહાગઠબંધનમાં કોંગ્રેસે 60 સીટો પર ચૂંટણી લડી હતી અને રુઝાનો મુજબ કોંગ્રેસ ડબલ ડિજિટ સુધી પણ પહોંચતી નથી દેખાતી. જ્યારે RJD 60 સીટોમાં આગળ છે. બીજી તરફ VIP એક પણ સીટ પર લીડ બનાવવામાં સફળ નથી થઈ. જ્યારે ડાબેરી પક્ષોએ ત્રણ સીટ પર આગેવાની મેળવી છે.
મહાગઠબંધનથી વિપરીત જો NDA તરફ નજર કરીએ તો આ ગઠબંધનની બે મોટી પાર્ટીઓ BJP અને JDU લગભગ સમાન સ્થિતિમાં દેખાય છે. જ્યાં BJP 70 સીટોમાં આગળ છે, ત્યાં જ JDU બિહારમાં સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી રહી છે અને તેને 75 સીટોમાં લીડ છે. બંને પાર્ટીઓએ 101-101 સીટો પર ચૂંટણી લડી છે.તે તરફ લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) પણ 12 સીટોમાં આગળ દેખાઈ રહી છે. NDA ની બીજી સાથી પાર્ટી HAM ને પણ ત્રણ સીટો મળતી દેખાઈ રહી છે.


