22 જૂન ‘ડો. જ્ઞાનવત્સલ સ્વામી દિવસ’ જાહેર કરાયો!

BAPS સ્વામિનારાયણ સંસ્થાના ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં એક અત્યંત ગૌરવપૂર્ણ નાગરિક સન્માન પ્રાપ્ત થયું. 22 જૂન 2026નો દિવસ બીએપીએસ સંસ્થા અને સમગ્ર વડોદરા માટે અતિ ગૌરવપ્રદ રહ્યો.

અમેરિકાના વર્જિનિયા રાજ્યના રોનોક શહેરના મેયર જોસેફ એલ. કોબ દ્વારા તારીખ 22 જૂનને સત્તાવાર રીતે “ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી દિવસ” જાહેર કરવામાં આવ્યો છે. આ પ્રતિષ્ઠિત સન્માન ડો. જ્ઞાનવત્સલ સ્વામીના મૂલ્યનિષ્ઠ જીવનશૈલી, ચારિત્ર્ય નિર્માણ, સમાજસેવા અને માનવકલ્યાણ માટેના પ્રેરણાદાયી યોગદાનની ઉજ્જવળ કદરરૂપ છે.

ઉલ્લેખનીય છે કે, ડો જ્ઞાન વત્સલ સ્વામીએ અત્યાર સુધીમાં દેશ વિદેશમાં 15500થી વધુ પ્રેરણાદાયી ઉદબોધનો દ્વારા સમાજને વિશેષ રૂપે યુવાધનને સન્માર્ગે જીવન જીવવાની પ્રેરણા આપી ચૂક્યા છે. વિશેષ નોંધનીય બાબત એ છે કે રોનોક શહેરને આઠ વખત “ઓલ-અમેરિકા સિટી એવોર્ડ” પ્રાપ્ત થયો છે, જેના કારણે આ સન્માનનું મહત્વ અને ગૌરવ અનેકગણું વધી જાય છે.