બાંગ્લાદેશમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ત્રણ ચહેરાઓ સામે આવ્યાં છે, જેમણે આંદોલને વેગ આપ્યો અને હસીના શેખને દેશ છોડવા પર મજબુર કરી દીધાં. એવું માનવામાં આવે છે કે વિદ્યાર્થીઓના હિંસક વિરોધને કારણે એવી સ્થિતિ સર્જાઈ કે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ પદ પરથી રાજીનામું આપીને દેશ છોડવો પડ્યો.
મિત્રો વચ્ચે બેઠેલા નાહિદ ઈસ્લામ
પરંતુ આવી સ્થિતિમાં સવાલ એ પણ છે કે આ બધું બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામતનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું છે? કે પછી શેખ હસીના વિરોધી દળો પણ વિદ્યાર્થીઓના આંદોલનની આડમાં જોડાયા. જેના કારણે આંદોલન વધુ હિંસક બન્યું હતું. એવો પણ દાવો કરવામાં આવે છે કે આંદોલન વિદ્યાર્થીઓના હાથમાંથી નીકળી ગયું અને સંપૂર્ણપણે કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠનોના હાથમાં ગયું. કહેવામાં આવી રહ્યું છે કે જમાત-એ-ઇસ્લામી અને તેના વિદ્યાર્થી સંગઠનો બાંગ્લાદેશમાં તબાહી મચાવી રહ્યા છે.
બાંગ્લાદેશમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મુહમ્મદ શહાબુદ્દીનને સંસદ ભંગ કરવાનું અલ્ટીમેટમ પણ આપ્યું હતું. વિદ્યાર્થીઓએ ચેતવણી આપી હતી કે જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો તેઓ વધુ ઉગ્ર બનશે. દેખાવકારોનું નેતૃત્વ કરી રહેલા વિદ્યાર્થી નેતાઓએ તેનો વીડિયો પણ જાહેર કર્યો હતો. તેમણે કહ્યું છે કે તેઓ દેશમાં આગચંપી અને હિંસાનો વિરોધ કરે છે અને જેઓ આ ચળવળને હાઇજેક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને રોકવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ કહ્યું છે કે તેઓ સેના દ્વારા રચાયેલી સરકારને સ્વીકારશે નહીં.
નોંધનીય છે કે બાંગ્લાદેશના આ ત્રણ વિદ્યાર્થી નેતાઓ છે જેમણે શેખ હસીનાને દેશ છોડવા માટે મજબૂર કર્યા અને આંદોલનની આગેવાની સંભાળી પ્રદર્શન માટે અડગ રહ્યાં.
1 નાહિદ ઇસ્લામ: નાહિદ ઢાકા યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના વિદ્યાર્થી છે. તેમની નેતૃત્વ ક્ષમતાના કારણે જ વડાપ્રધાન શેખ હસીનાને સતત 15 વર્ષ સુધી સત્તામાં રહીને દેશ છોડવાની ફરજ પડી હતી. સરકારી નોકરીઓમાં અનામતના વિરોધનું નેતૃત્વ કરનાર 26 વર્ષીય નાહિદ ઈસ્લામે થોડા દિવસ પહેલા જ વિદ્યાર્થી આંદોલન શરૂ કર્યું હતું.આ ઝુંબેશ બાદમાં ‘હસીના હટાવો’ અભિયાનમાં બદલાઈ ગઈ.જુલાઈના મધ્યમાં પોલીસે તેમને અને ઢાકા યુનિવર્સિટીના કેટલાક અન્ય વિદ્યાર્થીઓની અટકાયત કરી, ત્યારબાદ લોકો તેમને જાણવા લાગ્યા. આ લોકોનું આંદોલન જીવલેણ બન્યુ હતું.
2 આસિફ મહમૂદ: તે ઢાકા યુનિવર્સિટીમાં લેંગ્વેજ સ્ટડીઝનો વિદ્યાર્થી છે.સજુણમાં શરૂ થયેલા અનામત સામેના દેશવ્યાપી આંદોલનનો એક ભાગ બન્યો અને તેમાં જોડાયો.
3 અબુ બકર મજુમદાર: અબુ બકરે શેખ હસીનાને સત્તા પરથી હટાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અબુ બકર ઢાકા યુનિવર્સિટીમાં જિયોગ્રાફી વિભાગનો વિદ્યાર્થી છે.
છેલ્લા બે વર્ષમાં બાંગ્લાદેશની વિવિધ યુનિવર્સિટીઓમાં ઇસ્લામિક વિદ્યાર્થી શિબિરના ઘણા કેડરની ભરતી કરવામાં આવી છે. અહીંથી જ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ઉશ્કેરવામાં આવી રહ્યા છે. અનામત સામે છેલ્લા બે મહિનાથી રસ્તા પર દેખાવો કરી રહેલા વિદ્યાર્થીઓ ઈસ્લામિક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઈઝેશનના હતા.આ સંગઠનોમાં ત્રણ મુખ્ય ચહેરાઓને કારણે જ હસીના શેખને પોતાનો દેશ છોડવાની ફરજ પડી છે.
તમને જણાવી દઈએ કે આ ત્રણ વિદ્યાર્થી નેતાઓને બાંગ્લાદેશના ડિટેક્ટિવ બ્રાંડટે બંધક બનાવ્યા હતા અને આંદોલન પાછું ખેંચવા માટે બળજબરીથી એક વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. જ્યારે તેઓ જેલમાં હતા ત્યારે ગૃહમંત્રી દાવો કરી રહ્યા હતા કે તેમણે પોતાની મરજીથી આંદોલન ખતમ કરવાનું કહ્યું હતું.જ્યારે મામલો પ્રકાશમાં આવ્યો ત્યારે વિરોધીઓનો ગુસ્સો વધુ ભડકી ગયો. પ્રદર્શન એટલું વધી ગયું કે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા. તેઓએ સંસદ ભવન અને વડાપ્રધાન કાર્યાલય પર કબજો જમાવ્યો. આજે વિદ્યાર્થીઓનું આ જ જૂથ શેખ હસીનાની બાંગ્લાદેશથી વિદાયની ઉજવણી કરી રહ્યું છે.