EPFO ધારકો માટે ઓટો સેટલમેન્ટની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે જે પહેલા 1 લાખની હતી અને હવે વધારીને 5 લાખ કરવામાં આવી છે. 7.5 EPFO ધારકો માટે ઓટો સેટલમેન્ટની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે જે પહેલા 1 લાખની હતી અને હવે વધારીને 5 લાખ કરવામાં આવી છે આ વધારો કુલ 5 ગણો કરવામાં આવ્યો છે મીડિયાના રિપોર્ટ્સ અનુસાર શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ દ્વારા ગયા અઠવાડિયે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની એક્ઝિક્યુટિવ કમિટીની 113મી બેઠકમાં ઓટો સેટલમેન્ટ મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાની મંજૂરી આપી હતી આ નિર્ણયથી EPFO ધારકોના જીવન સરળ બનશે.
તમે 5 લાખ રૂપિયા સુધીનો પીએફ પણ ઉપાડી શકો છો
આ બેઠક 28 માર્ચે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં યોજાઈ હતી, જેમાં EPFO સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર રમેશ કૃષ્ણમૂર્તિ પણ હજાર હતા. CBT ની મંજૂરી પછી, EPFO સભ્યો ASSC દ્વારા 5 લાખ રૂપિયા સુધીનો PF પણ ઉપાડી શકે છે. તમને જણાવી દઈએ કે એડવાન્સ ક્લેમનું ઓટો સેટલમેન્ટ સૌપ્રથમ 2020 માં શરૂ થયું હતું, તે સમયે તેની મર્યાદા 50 હજાર રૂપિયા હતી. મે 2024 માં, EPFO એ એડવાન્સ ક્લેમ લિમિટની ઓટો સેટલમેન્ટ 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે.
ઓટો મોડ સેટલમેન્ટનો પરિચય
EPFO એ શિક્ષણ, લગ્ન અને રહેઠાણની 3 થી વધુ વિભાગમાં એડવાન્સ દાવાઓનું ઓટો મોડ સેટલમેન્ટ પણ રજૂ કર્યું છે. અગાઉ EPFO ના ધારકો ફક્ત બીમારી/હોસ્પિટલમાં દાખલ થવા માટે જ તેમના પીએફ ઉપાડી શકતા હતા.
