Asian Games: મહિલાઓની 400મીટર હર્ડલ્સમાં વિથ્યા રામરાજે બ્રોન્ઝ મેડલ જીત્યો

સોમવારે એશિયન ગેમ્સ(Asian Games 2026)માં ભારતીય ખેલાડીઓએ પોતાનો મેડલ જીતવાનો સિલસિલો ચાલુ રાખ્યો. વિથ્યા રામરાજે મહિલાઓની 400 મીટર દોડમાં ભારત માટે મેડલ જીત્યો. જોકે, કેટલીક ઘટનાઓ નિરાશાજનક રહી.

ભારતની વિથ્યા રામરાજે એશિયન ગેમ્સ(Asian Games 2026)માં મહિલાઓની 400 મીટર હર્ડલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જોકે, અવિનાશ સાબલે પુરુષોની 3000 મીટર સ્ટીપલચેઝમાં નિરાશ થયા હતા અને મેડલ ચૂકી ગયા હતા. સંતોષ કુમાર તમિલસરન પણ પુરુષોની 400 મીટર હર્ડલ્સમાં પોડિયમ ફિનિશ મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા.

વિથ્યાનું શ્રેષ્ઠ પ્રદર્શન

વિથ્યાએ 54.75 સેકન્ડનું બેસ્ટ પર્ફોમન્સ આપ્યું અને ત્રીજું સ્થાન મેળવ્યું. અન્ય એક ભારતીય ખેલાડી, અનુ રાઘવન, 55.88 સેકન્ડના સમય સાથે પાંચમા સ્થાને રહ્યા.

સંતોષનું નિરાશાજનક પ્રદર્શન

સંતોષ કુમાર તમિલસરન પુરુષોની 400 મીટર હર્ડલ્સમાં મેડલ ચૂકી ગયા. સંતોષે 49.95 સેકન્ડના સમય સાથે આઠ દોડવીરોમાંથી આઠમા સ્થાને રહ્યા.

સાબલે મેડલ ચૂક્યો

ભારતના અવિનાશ સાબલે પુરુષોની 3000 મીટર સ્ટીપલચેઝમાં મેડલ ચૂકી ગયા. સાબલે 8:21.67 ના સમય સાથે ચોથા સ્થાને રહ્યા, પોડિયમ ફિનિશ કરવામાં નિષ્ફળ ગયા. સાબલે ગોલ્ડ મેડલ જીતવાની અપેક્ષા હતી, પરંતુ તેમનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું. જોકે તેમના પ્રયાસોની સરાહના કરવી આવશ્યક.