PoKમાં પાકિસ્તાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન, રસ્તા પર ઉતર્યા લોકો

આ દિવસોમાં પાકિસ્તાનની હાલત ખૂબ જ ખરાબ થઈ રહી છે. લોકો ભૂખમરા અને ગરીબીથી પીડાઈ રહ્યા છે. દરમિયાન, પાક અધિકૃત કાશ્મીર, ગિલગિટ બાલ્ટિસ્તાનમાંથી પણ પાકિસ્તાન વિરુદ્ધ અવાજો ઉઠવા લાગ્યા છે. પાક અધિકૃત કાશ્મીરના લોકોએ પાકિસ્તાન સરકાર પર તેમની સાથે ભેદભાવ કરવાના ગંભીર આરોપો લગાવ્યા છે. અહીં નારાજ લોકો હવે પીઓકેને ભારતમાં ભેળવી દેવાની માંગ કરી રહ્યા છે. શોષણ સામે અવાજ ઉઠાવતા કાશ્મીરીઓએ ભારતના લદ્દાખમાં ફરી એક વખત તેમને જોડવાની વાત શરૂ કરી છે.

આ દિવસોમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર, ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકો પાકિસ્તાન સરકારનો વિરોધ કરતા જોવા મળે છે. ત્યાં હજારો લોકો રસ્તાઓ પર છે અને સરઘસ કાઢી રહ્યા છે. પીઓકેના લોકોની માંગ છે કે તેમને ભારતના લદ્દાખ ક્ષેત્રમાં ભેળવી દેવામાં આવે. આ માંગણી ઉગ્ર થતા જ પાકિસ્તાન સરકારની ઉંઘ ઉડી ગઈ છે. આ વિરોધના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. રેલીમાં લોકોએ કારગીલ રોડ ખોલવાની માંગ કરી હતી. તેમણે ‘જોડ અર પર જોડ દો, કારગિલ કો ખોલ દો’ એવો નારા લગાવ્યો હતો.

અછતને કારણે પરિસ્થિતિ બગડી, રોટલી માટે ઉગ્ર લડાઈ

ઉલ્લેખનીય છે કે, આ દિવસોમાં પાકિસ્તાનમાં ખાદ્યપદાર્થોની ગંભીર કટોકટી છે. સમગ્ર દેશ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. લોટ માટે લોકોની લાંબી કતારો અને સંઘર્ષ જોવા મળી રહ્યો છે. આને લઈને લોકોમાં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ ગુસ્સો વધી રહ્યો છે. તે જ સમયે, પાક અધિકૃત કાશ્મીરના લોકો પણ સેના વિરુદ્ધ ખુલ્લેઆમ નિવેદન આપી રહ્યા છે.

પાકિસ્તાન પણ તાલિબાનના પડકારનો સામનો કરી રહ્યું છે

તાજેતરમાં જ તાલિબાન દ્વારા પાકિસ્તાનને પણ ચેતવણી આપવામાં આવી છે. તાલિબાન તરફથી પાકિસ્તાનના પડકારને કારણે તે પરેશાન દેખાવા લાગ્યો છે. દરમિયાન, પીઓકેમાં પાકિસ્તાનનો વિરોધ અને ભારતમાં સમાવવાના આવાસથી પાકિસ્તાનની સરકાર અને સેનાની ઊંઘ હરામ થઈ ગઈ છે. લોકોના અવાજને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.