ગુજરાત સરકારે લોકસભા ચૂંટણીને લઈને મહત્વની જાહેરાત કરી છે. ગુજરાતમાં મતદાનના દિવસે જાહેર રજા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગે એક પરિપત્ર જાહેર કરીને આ માહિતી આપી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ૮મી મે, ૧૯૬૮ના જાહેરનામા ક્રમાંકઃ391/68/JUDL-3 સાથે વાંચતાં, સને 1881ના વટાઉખત અધિનિયમ (1881 ના 26 માં) ની કલમ-25ના ખુલાસાને અનુસરીને ગુજરાત સરકાર લોકસભા ચૂંટણી અને ગુજરાત વિધાનસભાની પોરબંદર, માણાવદર, વાધોડીયા, વિજાપુર અને ખંભાતની ખાલી પડેલી 5 બેઠકો પર 7 મે 2024ના રોજ યોજાનારી પેટા ચૂંટણી કારણે મતદાન દિવસે ગુજરાત રાજ્યમાં જાહેર રજાની જાહેરાત કરવામાં આવી છે.