અંબાણી પરિવારનો આવો ડાન્સ તમે ક્યારેય નહીં જોયો હોય, જુઓ વીડિયો

મુંબઈ: શુક્રવારે સાંજે પુત્ર અનંત અંબાણી અને તેની મંગેતર રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીએ તેમના પરિવાર સાથે મન મૂકીને ડાન્સ કર્યો હતો. શાહરૂખ ખાનની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ના લોકપ્રિય ગીત ‘દીવાનગી દીવાનગી’ સમગ્ર પરિવાર ઝૂમ્યો હતો. આનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નીતા અંબાણીએ પર્ફોર્મન્સ દરમિયાન ભરતનાટ્યમની ઝલક પણ બતાવી અને અંબાણી પરિવાર સાથે દિલથી ડાન્સ કર્યો. ગુલાબી લહેંગામાં તે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. જ્યારે મુકેશ અંબાણી નેવી બ્લુ કુર્તા પાયજામા અને મેચિંગ જેકેટમાં એકદમ શાનદાર લાગતા હતા. અનંત-રાધિકા પણ આ લોકપ્રિય બોલિવૂડ ટ્રેક પર ધૂમ મચાવતા જોવા મળ્યા હતા.

અંબાણી પરિવારે અનંત-રાધિકાના સંગીત પર ડાન્સ કર્યો

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી સાથે ઈશા અંબાણી, આનંદ પીરામલ, આકાશ અંબાણી અને શ્લોકા મહેતા સ્ટેજ પર ‘દીવાનગી દીવાનગી’માં ફિલ્મી સ્ટાઈલમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. અનંત અને રાધિકાના સંગીત સમારોહમાં સલમાન ખાન, વિકી કૌશલ, દીપિકા પાદુકોણ, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર જેવા ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી.

અનંત-રાધિકાની લગ્ન પહેલાની ઉજવણી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણી અને તેમની મંગેતર રાધિકા મર્ચન્ટના લગ્નની ઉજવણી બુધવારે મુંબઈમાં અંબાણીના ઘર એન્ટિલિયા ખાતે મામેરુ સમારોહ સાથે શરૂ થઈ હતી. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈએ મુંબઈમાં લગ્નના બંધનમાં બંધાશે. થોડા દિવસો પહેલા મુકેશ અંબાણી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળ્યા હતા અને તેમને તેમના પુત્રના લગ્ન માટે આમંત્રણ આપ્યું હતું. અગાઉ અનંતે બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર અને અજય દેવગનને પોતાના લગ્નમાં અંગત રીતે આમંત્રણ આપ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)

આ દિવસે અનંત-રાધિકા સાત ફેરા લેશે

રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન અને સ્થાપક નીતા અંબાણી પહેલા કાશી વિશ્વનાથ મંદિર ગયા અને ભગવાનને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનું આમંત્રણ કાર્ડ અર્પણ કર્યું અને તેમના આશીર્વાદ માંગ્યા હતા. તમને જણાવી દઈએ કે આ ઉજવણી શુક્રવાર, 12 જુલાઈથી શરૂ થશે અને 14 જુલાઈ સુધી ચાલશે.