સંસદના વિશેષ સત્ર વચ્ચે મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાઈ

સંસદના વિશેષ સત્ર વચ્ચે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય કેબિનેટની બેઠક સોમવારે સાંજે 6.30 કલાકે શરૂ થઈ હતી. આ બેઠક સંસદ એનેક્સી બિલ્ડીંગમાં થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં મહિલા અનામત બિલ પર ચર્ચા કરવામાં આવી હતી. જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. આ પહેલા પીએમ મોદીએ સંસદમાં પોતાના ભાષણ દરમિયાન આનો સંકેત આપ્યો હતો. CWCની બેઠકમાં પોતાના ભાષણમાં સોનિયા ગાંધીએ મોદી સરકાર પાસે મહિલા અનામત બિલ લાવવાની પણ માંગ કરી હતી. તેલંગાણાના મુખ્યપ્રધાન કેસીઆરે પણ આની તરફેણ કરી છે.

 

આવતીકાલે સવારે 11 વાગ્યે ગૃહના સભ્યો એકઠા થશે

રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીએ બંને ગૃહોના સભ્યોને ભારતીય સંસદના સમૃદ્ધ વારસાની ઉજવણી કરવા સાથે આવવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે તમામ સભ્યોએ આવતીકાલે એટલે કે 19 સપ્ટેમ્બરે સવારે 11 વાગે સંસદના સેન્ટ્રલ હોલમાં ભેગા થઈને 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લેવો જોઈએ.