ગુજરાતમાં ભાજપના ચારેય ઉમેદવારોએ રાજ્યસભા માટે ફોર્મ ભર્યું

આગામી 27 ફેબ્રુઆરીએ રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે ભાજપે ગુજરાતમાં ચાર ઉમેદવારો જાહેર કરી દીધા છે. જેમાં જે.પી. નડ્ડા, સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જસવંતસિંહ પરમારે આજે વિધાનસભામાં વિજય મૂહૂર્તમાં રાજ્યસભા નિર્વાચન અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સી.આર. પાટીલ હાજર રહ્યાં હતાં. તે ઉપરાંત પક્ષના અનેક કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો હતો.

ચારેય ઉમેદવારોએ એક સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું

ગુજરાતમાંથી ઉમેદવારી ભરતાં પહેલાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ અમદાવાદ એરપોર્ટ પર સભામાં સંબોધન કર્યું હતું. આ પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. તેમણે કાર્યકર્તાઓને સંબોધતાં કહ્યું હતું કે, કાર્યકર્તાઓને NDAને 400થી વધુ અને ભાજપાને 370થી વધુ બેઠકો જીતાડવાના સંકલ્પને સિદ્ધ કરવા પ્રોત્સાહિત કર્યા છે. જ્યારે સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ વખતે પણ પાંચ લાખની લીડથી તમામ બેઠકો જીતવાની છે. આજે ભાજપના ચારેય ઉમેદવારોએ એક સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.