અમદાવાદ: ક્રાઇમ બ્રાન્ચની ટીમે મણિનગર વિસ્તારમાંથી મોડાસાના નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકેની ખોટી ઓળખ આપીને લોકો પર રોફ જમાવતા એક યુવકની ધરપકડ કરી છે.
મણિનગર દક્ષિણી રેલવે ક્રોસિંગ પાસેથી ઝડપાયેલા આ આરોપી પાસેથી ગુજરાત સરકારના મહેસૂલ વિભાગનું બનાવટી લેમિનેશન કરેલું આઈકાર્ડ મળી આવ્યું છે.
મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડીને કિરીટકુમાર ઉર્ફે કે.બી. બાબુભાઈ જેઠાભાઈ અમીન (ઉં.વ. 40) નામના શખ્સને કોર્ડન કરીને પકડી પાડ્યો હતો. તલાશી દરમિયાન તેના ખિસ્સામાંથી ‘Government of Gujarat – Revenue Department’ લખેલું તથા નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દર્શાવતું નકલી ઓળખપત્ર મળી આવ્યું હતું.




