અગ્નિવીર યોજનાએ જવાનોને મજૂર બનાવી દીધા : રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની અગ્નિવીર યોજનાનો ઉલ્લેખ કરતા તીખી ટિપ્પણી કરી હતી. રાહુલે કહ્યું કે અગ્નિવીર યોજના સેનાની યોજના નથી. આ યોજના મોદી સરકારની યોજના છે. તેમણે કહ્યું કે ભારતના ઈતિહાસમાં પહેલીવાર નરેન્દ્ર મોદીએ સેનાના જવાનોને મજૂર બનાવ્યા છે. તેમને પેન્શન, શહીદનો દરજ્જો અને કેન્ટીન આપવાને બદલે નરેન્દ્ર મોદીએ ભારતના યુવાનોને કહ્યું છે કે જો તમે ગરીબ પરિવારના પુત્ર છો અને સેનામાં જોડાશો તો તમને ન તો પેન્શન મળશે કે ન તો કેન્ટીન અને જો તમે શહીદ થશો તો તમને શહીદનો દરજ્જો પણ નહીં મળે.

રાહુલ ગાંધીએ બાંસગાંવમાં ‘INDIA’ ગઠબંધન ભાગીદાર સમાજવાદી પાર્ટી (SP) પ્રમુખ અખિલેશ યાદવ સાથે સંયુક્ત રેલીને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે મોદી શ્રીમંત પરિવારોના પુત્રોને કહે છે કે તમે અમીર હશો તો તમને પેન્શન મળશે, તમને શહીદનો દરજ્જો મળશે, તમને કેન્ટીન મળશે, તમારા પરિવારને સુરક્ષા મળશે. હું ભારતના યુવાનોને કહેવા માંગુ છું કે INDIA ગઠબંધન સરકાર અગ્નિવીર યોજનાને તોડીને ડસ્ટબીનમાં ફેંકવા જઈ રહી છે. આ સેનાની યોજના નથી. આ નરેન્દ્ર મોદીજીની યોજના છે. આનાથી સેના, દેશભક્તો અને સૈનિકોનું અપમાન થઈ રહ્યું છે, તેથી જ અમે આ યોજના રદ કરવા જઈ રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે, કોર્ટે કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટી (AAP) વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી પૂરક ચાર્જશીટ પર વિચારણા કરવા માટે 28 મેની તારીખ નક્કી કરી હતી. જે બાદ આજે આ કેસની સુનાવણી થઈ રહી છે.