વાવાઝોડા બિપોરજોયને લઈને વહીવટી તંત્ર એલર્ટ, મુખ્યમંત્રી એક્શન મોડમાં

અરબી સમુદ્રમાં આક્રમક બનેલા વાવાઝોડા બિપોરજોયને લઈને વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. આ વાવાઝોડું પોરબંદરથી 480 કિમી દૂર છે. બિપોરજોય વાવાઝોડાએ ફરી પોતાની દિશા બદલી છે. હવે આ વાવાઝોડું દિશા બદલીને ગુજરાત તરફ ફંટાયું છે. બિપોરજોય વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે. વાવાઝોડાએ માર્ગ ફરી બદલાતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એક્શન મોડમાં આવ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં સંભવિત બીપરજોય વાવાઝોડાની અસર સામે જિલ્લા તંત્ર એ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠમંત્રીઓને નીચી મુજબ જિલ્લાઓ ની જવાબદારી સોંપી છે.

આ તમાંમ મંત્રીઓને સોપાઈ જવાબદારી:

કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ, મોરબીમાં કનુભાઈ દેસાઈ, રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ, પોરબંદર માં કુવરજી બાવળિયા તેમજ જામનગર જિલ્લા માં મુળુભાઇ બેરા અને દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી, જૂનાગઢ જિલ્લા માટે જગદીશ વિશ્વકર્મા અને ગીર સોમનાથ માટે પરસોત્તમ સોલંકી ને જવાબદારી સોંપવામાં આવી છે. આ બધા જ મંત્રીશ્રીઓ ને તેમને સોંપાયેલા જિલ્લાઓમાં પહોંચવાની સૂચનાઓ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે.


બંદરો પર 4 નંબરનું સિગ્નલ લગાવાયું:

વાવાઝોડાની આગાહીને પગલે રાજ્યના બંદરો પર 2 નંબરનું સિગ્નલ હટાવીને 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે. તમામ બંદરો 4 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બંદર પર લાંગરવામાં આવેલી તમામ બોટને સલામત સ્થળે ખસેડાઈ છે. માછીમારોને દરિયો ન ખેડવાની તંત્રએ સૂચના આપી છે. કાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. વાવાઝોડાની અસરને પગલે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.