મુંબઈઃ આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડે (ABSLAMC) રોકાણકારો માટે બે નવાં ફેક્ટર બેઝ્ડ ફંડ લોન્ચ કર્યાં છે- આદિત્ય બિરલા સન લાઇફ BSE 500 મોમેંટમ 50 ઇન્ડેક્સ ફંડ અને BSE 500 ક્વોલિટી ફંડ. આ બંને ફંડોની ન્યુ ફંડ ઓફર (NFO) 21 જુલાઈથી શરૂ થઈ ચૂકી છે અને ચોથી ઓગસ્ટ, 2025એ બંધ થશે.
આ ક્વોલિટી ફંડ BSE 500ની એ 50 કંપનીઓમાં મૂડીરોકાણ કરશે, જેની બેલેન્સશીટ મજબૂત છે, અને રિટર્ન ઓન ઇક્વિટી સારી છે અને દેવાંનો સ્તર ઓછો છે. આવા શેર બજારના ઘટાડામાં પણ સ્થિર રહેવાની શક્યતા છે. બંને યોજનાઓમાં લઘુતમ મૂડીરોકાણ રૂ. 500થી કરી શકાય છે અને એ પછી રૂ. 100ના ગુણાંકમાં મૂડીરોકાણ વધારી શકાય છે. SIP દ્વારા પણ મૂડીરોકાણ કરી શકાય છે, જેમાં લઘુતમ રકમ રૂ. 500 પ્રતિ મહિના કે પ્રતિ સપ્તાહ રાખવામાં આવી છે.
બંને ફંડોનો વહીવટ પ્રિયા શ્રીધર કરશે. મૂડીરોકાણના 15 દિવસોની અંદર પૈસા કાઢવા પર 0.10 ટકાનો એક્ઝિટ લોડ લાગશે, પણ 16મા દિવસ પછી કોઈ શૂલ્ક નહીં લાગે.
આદિત્ય બિરલા સન લાઇફ BSE મોમેંટમ 50 ઇન્ડેક્સ ફંડ એ મૂડીરોકાણકારો માટે સુલભ છે, જે તેજીવાળા શેરોમાંથી ઝડપી રિટર્ન કમાવાની ઇચ્છા રાખે છે અને જોખમ લેવા તૈયાર છે, જ્યારે ક્વોલિટી 50 ઇન્ડેક્સ એ રોકાણકારો માટે આકર્ષક છે, જે લાંબા સમયગાળા માટે સુરક્ષિત અને સ્થિર મૂડીરોકાણ કરવા ઇચ્છે છે અને બજારના ઘટાડામાં પણ મૂડીરોકાણને સુરક્ષિત રાખવા ઇચ્છે છે.
આદિત્ય બિરલા સન લાઇફ AMCના MD અને CEO એ. બાલાસુબ્રમણ્યમે કહ્યું હતું કે આ બંને ફંડ્સનો ઉદ્દેશ એ છે કે રોકાણકારોને ફેક્ટર આધારિત સ્ટ્રેટેજી દ્વારા તેમના ઇક્વિટી પોર્ટફોલિયોને ડાયવર્સિફાય કરવાની તક મળે, જ્યારે ક્વોલિટી ફંડ સ્થિરતા અને સુરક્ષા પ્રદાન કરે છે.
