દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સમર્થનમાં AAPના કેટલાક કાર્યકરો અને પાર્ટીના નેતાઓએ તિહાર જેલની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન મંત્રી આતિશી પણ હાજર હતા. વિરોધીઓએ ‘કેજરીવાલને ઇન્સ્યુલિન આપો’ એવા પ્લેકાર્ડ સાથે પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું હતું. આ પ્રદર્શનને લઈને તિહારની આસપાસ ભારે પોલીસ બંદોબસ્ત હતો. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. દિલ્હી પોલીસના જવાનો દરેક ખૂણે ખૂણે તૈનાત હતા.
मंत्री @AtishiAAP के साथ दिल्लीवाले तिहाड़ जेल के बाहर Insulin लेकर पहुँचे‼️#केजरीवाल_को_इन्सुलिन_दो pic.twitter.com/KI2ws7uPsm
— AAP (@AamAadmiParty) April 21, 2024
મંત્રી આતિશીએ કહ્યું- દિલ્હીના લોકોએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ માટે ઇન્સ્યુલિન મોકલ્યું છે. તેઓ છેલ્લા 30 વર્ષથી ડાયાબિટીસના દર્દી છે અને આજે તેમનું શુગર લેવલ 300 પર પહોંચી ગયું છે. દિલ્હીના લોકો તેમના મુખ્યમંત્રીને લઈને ચિંતિત છે અને તેમણે અરવિંદ કેજરીવાલ માટે ઈન્સ્યુલિન મોકલ્યું છે.
अरविंद केजरीवाल जी को पिछले कई वर्षों से Sugar की बीमारी है। वह जेल जाने से पहले Insulin लेते थे।
जेल में अरविंद केजरीवाल जी की Sugar High लेवल पर है लेकिन BJP, केंद्र सरकार, जेल प्रशासन और LG उन्हें Insulin नहीं लेने दे रहे हैं।
BJP वालों में इंसानियत मर चुकी है और इसीलिए आज… pic.twitter.com/GUj9LGnOHX
— AAP (@AamAadmiParty) April 21, 2024
કેજરીવાલનો જીવ જોખમમાં: આતિશી
તેમણે કહ્યું કે ડોક્ટરો તમને કહેશે કે ઇન્સ્યુલિન વિના તેને નિયંત્રિત કરી શકાતું નથી અને જો તિહાર જેલ પ્રશાસન ઇન્સ્યુલિન આપવાનો ઇનકાર કરે છે તો અરવિંદ કેજરીવાલનો જીવ જોખમમાં છે. આ માટે કોણ જવાબદાર હશે?