ગોલ્ડન ટેમ્પલમાં એક વ્યક્તિએ શ્રદ્ધાળુઓ પર કર્યો હુમલો

અમૃતસરઃ શીખોના સૌથી પવિત્ર સ્થળ ગોલ્ડન ટેમ્પલમાં એક અજાણ્યા યુવકે પાંચ શ્રદ્ધાળુઓ પર લોખંડના સળિયાથી અનેક લોકો પર હુમલો કર્યો હતો. ગઈ કાલે બનેલી આ ઘટનામાં બઠિંડાના એક શીખ યુવકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અમૃતસરની શ્રી ગુરુ રામદાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સસ એન્ડ રિસર્ચની ઇમરજન્સી વિંગમાં યુવકની સારવાર ચાલી રહી છે.

જ્યારે એ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી, ત્યારે  તે હિંસક બની ગયો હતો અને તેણે શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટી (SGPC)ના સચિવ પ્રતાપ સિંહના કર્મચારીઓ તથા અન્ય લોકો પર હુમલો કરી દીધો હતો.અહેવાલ અનુસાર ગોલ્ડન ટેમ્પલમાં લોકો પર હુમલો કરવાના આરોપી અને તેના સાથીની પોલીસે ધરપકડ કરી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બીજા આરોપીએ કથિત રીતે શ્રદ્ધાળુઓ પર હુમલાખોર સાથે રેકી કરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે આ હુમલો સામુદાયિક રસોઇ પાસે સૌથી જૂના ગુરુ રામદાસ સરાયની અંદર થયો હતો. શિરોમણી ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી (એસજીપીસી)એ જણાવ્યું હતું કે આરોપીઓએ અચાનક જ સળિયા વડે શ્રદ્ધાળુઓ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું.

આ વ્યક્તિએ પાંચ જણ પર હુમલો કર્યો હતો, આ પાંચ વ્યક્તિમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર છે અને તેને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. જ્યારે અન્યની હાલત સ્થિર છે.