રાજકોટઃ શહેરની એક BHMSમાં અભ્યાસ કરનાર યુવતી પર રાહુલ પરમાર નામના મિત્રએ લગ્નની લાલચ આપીને અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. અંતે લગ્ન કરવાને બદલે તેને તરછોડી દીધી હતી. યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ગુનો નોંધ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં રહેતી 23 વર્ષની યુવતી સાથે મિત્રતા કેળવી લગ્ન કરવાની લાલચ આપી રાહુલ રાજુભાઈ ઉર્ફે જગદીશભાઈ પરમાર નામના શખસે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે તેણે BHMS સુધીનો અભ્યાસ કર્યો છે. તે 2014માં ધો. નવમા ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે સાથે અભ્યાસ કરતાં રાહુલ સાથે મિત્રતા થઈ હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. એ પછી બંને જણ હોટેલમાં ગયાં હતાં. જ્યાં આરોપીએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું.
એ પછી રાહુલ તેને હોટેલમાં યુવતીને હવસનો શિકાર બનાવતો હતો. જોકે રાહુલે સંબંધ તોડી નાખતાં યુવતીએ હતાશામાં આવીને ફિનાઈલ પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પીઆઇ આર.જી. બારોટ સહિતની ટીમ દ્વારા આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.