એવા અહેવાલો છે કે ગુજરાતના સૌથી મોટા રોકાણકારોની સમિટ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ આ વર્ષે પણ રદ થઈ શકે છે. આ વર્ષે ભારત G-20 સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે. જેની કેટલીક બેઠકો ગુજરાતમાં પણ યોજાવાની છે. તેથી આ વર્ષે પણ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજાય નહીં તેવી પ્રબળ શક્યતાઓ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2003માં શરૂ થયેલી ‘વાઈબ્રન્ટ ગુજરાત’ સમિટ દર બે વર્ષે એક ઈન્ડસ્ટ્રી કોન્ક્લેવ છે. અત્યાર સુધીમાં નવ વખત વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજાઈ ચૂકી છે. જાન્યુઆરી 2022માં 10મી સમિટ માટે મેગા સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ વિદેશમાંથી મહાનુભાવોને આમંત્રિત કરવાની યોજના હતી, પરંતુ ગુજરાતમાં કોરોનાની મુશ્કેલ પરિસ્થિતિને જોતા રાજ્ય સરકારે સમિટનું આયોજન ન કરવાનો નિર્ણય લીધો હતો. જી-20 સમિટને કારણે વર્ષ 2023ની વાઈબ્રન્ટ સમિટ પણ રદ્દ થઈ શકે છે.