અમદાવાદ: મહાત્મા ગાંધીજી સ્વચ્છતાના જબરજસ્ત આગ્રહી હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્વચ્છતાના આગ્રહી છે. ભારતના વડાપ્રધાન તરીકેનું સુકાન સંભાળ્યા પછી નરેન્દ્ર મોદીએ ‘સ્વચ્છ ભારત’ માટે ઝુંબેશ શરૂ કરી. આ બીજી ઓક્ટોબરે ‘સ્વચ્છ ભારત મિશન’ને દશ વર્ષ પૂરાં થયાં છે. વિવિધ સંસ્થાઓ દ્વારા ગાંધી જયંતીના જુદા જુદા કાર્યક્રમોની સાથે સ્વચ્છતા ઝુંબેશના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતાં.અમદાવાદની એલ.ડી.આર્ટસ કોલેજના કેમ્પસમાં NCC ARMED WINGના એક ગૃપ દ્વારા આખાય કેમ્પસને સ્વચ્છ કરી દેવામાં આવ્યું હતું.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)