ગાંધીનગર: સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીના સ્વર્ણિમ ઇન્ક્યુબેશન સેન્ટર માટે એક નોંધપાત્ર સિદ્ધિ નોંધાઈ છે. આ સેન્ટરએ નેપાળના પોખરા મેટ્રોપોલિટન કૉર્પોરેશન હેઠળના બિઝનેસ પ્રમોશન સેન્ટરની સાથે એક મેમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ (એમ.ઓ.યુ.) પર હસ્તાક્ષર કર્યા છે. આ સહકાર સ્વર્ણિમ ઇન્ક્યુબેશન સેન્ટરની કોઈ આંતરરાષ્ટ્રીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સ્ટેકહૉલ્ડર સાથેની સૌપ્રથમ પાર્ટનર્શિપ છે. નવીનીકરણ, ઉદ્યોગસાહસિકતા અને ઇન્ક્યુબેશનમાં સરહદપાર સહકાર સાધવાનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે.સ્વર્ણિમ ઇન્કયુબેશન સેન્ટર ખાતેના ઇન્ક્યુબેશન મેનેજર જિતેન ઠક્કર અને નેપાળના પોખરા મેટ્રોપોલિટન કૉર્પોરેશનના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઑફિસર શિવરાજ ચૌલાગાઈ દ્વારા આ એમ.ઓ.યુ.ને ઔપચારિક સ્વરૂપ આપવામાં આવ્યું હતું. પોખરા મેટ્રોપોલિટન કૉર્પોરેશનના ધનરાજ આચાર્યની હાજરીમાં એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કરવાનો સમારંભ યોજાયો હતો.
આ સહભાગીદારી બંને પ્રદેશોમાં સ્ટાર્ટઅપ્સ અને નવીનીકરણને પ્રોત્સાહન આપવા માટે નવી તકોને ઉજાગર કરશે. આ સહયોગના ભાગરૂપે બંને સંગઠનો સંયુક્ત વર્કશૉપ્સ હૉસ્ટ કરશે, ઇન્ક્યુબેશન પ્રોગ્રામો અને સ્ટાર્ટઅપ સંબંધિત પ્રવૃત્તિઓનું આયોજન કરશે. જેથી કરીને ભારત અને નેપાળમાં ઉદ્યોગસાહસિકો અને નવપ્રવર્તકોને સપોર્ટ પૂરો પાડી શકાય. વધુમાં બંને પક્ષો ઉદ્યોગસાહસિકતાને વધુ પ્રોત્સાહન આપવા તથા વૈશ્વિક સ્તરે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધારવા માટે મદદરૂપ થવા જ્ઞાન અને સંસાધનોના આદાન-પ્રદાન પર સહયોગ સાધશે.